બંને જગતને તારી મહોબ્બતમાં હારીને : ફૈઝ અહમદ ફૈઝ ( અનુ. : હરીન્દ્ર દવે )
બંને જગતને તારી મહોબ્બતમાં હારીને,
ક્યાં જઈ રહ્યો કોઈ વિરહરાત્રિ ગુઝારીને.
વેરાન સુરાલય, સુરાહી જામ ખિન્ન છે,
તું ગઈ, પછી રિસાયા દિવસ સૌ વસંતના.
તક આ ગુનાહની અને ચાર જ દિવસની મળી,
જોઈ લીધી છે હામ મેં પરવરદિગારની.
દુનિયાએ તારી યાદથી અળગો કરી દીધો,
તુજથીયે દિલફરેબ છે દુઃખ રોજરોજનાં.
એ ભૂલથી હસી પડ્યા છે આમ આજે ફૈઝ,
નાદાન દિલમાં કેવો વલોપાત છે ન પૂછ.
- ફૈઝ અહમદ ફૈઝ
( અનુવાદક : હરીન્દ્ર દવે )
दोनों जहान तेरी मोहब्बत मे हार के
वो जा रहा है कोई शबे-ग़म गुज़ार के
वीरां है मैकदा ख़ुमो-सागर उदास हैं
तुम क्या गये कि रूठ गये दिन बहार के
इक फुर्सते-गुनाह मिली वो भी चार दिन
देखें हैं हमने हौसले परवरदिगार के
दुनिया ने तेरी याद से बेगाना कर दिया
तुम से भी दिलफरेब हैं ग़म रोज़गार के
भूले से मुस्कुरा जो दिये थे वो आज ‘फ़ैज़’
मत पूछ वलवले दिले-नकर्दाकार के
- फ़ैज़ अहमद ‘फ़ैज़’
ઉર્દૂ કવિ ફૈઝ સા’બની કલમનો ગુજરાતીમાં અનુવાદ અને એ પણ હરીન્દ્ર દવેની કલમે ! ૧૪ સપ્ટેમ્બર હિન્દી દિન તરીકે ઉજવાય છે, જોકે હિન્દી પખવાડા જ ઉજવાય છે. તો આજે આપણે પણ મોડાં મોડાં રાષ્ટ્રભાષા દિન મનાવી લઈએને. ફૈઝ સા’બને સોવિયેત રશિયાએ લેનિન શાંતિ પુરસ્કાર અર્પણ કરેલો. વળી, તેમને નૉબલ પુરસ્કાર માટે પણ પસંદ કરવામાં આવેલાં !! મારા ઉર્દૂ ગુરુ ( કુણાલભાઈ) વૅબમહેફિલની ઉર્દૂ ગઝલો માટે ઘણી જહેમત ઉઠાવી રહ્યાં છે, તેમનો આભાર.. ! વળી, તેમણે ઉર્દૂ-અંગ્રેજી ડિક્ષનરી પણ મૂકેલી છે, તેનો લાભ પણ લેશો. આ ઉપરાંત, ઉર્દૂ-ગુજરાતી અને સંસ્કૃત-ગુજરાતી ડિક્ષનરી ઑનલાઇન સરળતાથી ઉપલબ્ધ નથી. કોઇના ધ્યાનમાં હોય તો જણાવશો.
.
Pinki on September 23rd, 2009 | File Under અનુવાદ, ગઝલ, ફૈઝ અહમદ ફૈઝ, હરીન્દ્ર દવે | 10 Comments -


September 23rd, 2009 at 12:38 pm
ઓહો !! આ “ગુરુ” જેવો ભારેભરખમ શબ્દ ના વાપર્યો હોત તો સારું હતું પિંકીબેન …
…
પણ સાચું કહું તો (આ મારો અંગત અભિપ્રાય છે) મને અનુવાદ ખાસ ના ગમ્યો…
Pinki : I know, you’ve sense and understanding for urdu gazal … so you may not like … but think about us, too.
particularly for words : khumo-sagar & dile-nakardakar . If it’s not in gujarati I’ll miss Faiz saab ( b/w 2 lines ) !!
September 23rd, 2009 at 12:40 pm
અને આ રશિયા વાળી વાત અને નોબલ પુરસ્કાર વાળી વાત પ્રથમ વખત જાણી… !! gr8 ..
September 23rd, 2009 at 2:24 pm
સરસ પસંદગી અને પોસ્ટ!
જોકે અનુવાદ કરતા મૂળ ગઝલ માણવી વધુ ગમે એ સ્વાભાવિક છે.
ઉર્દૂ-અંગ્રેજી ડિક્ષનરીની લીંક બદલ ખાસ આભાર. એ બહાને કુણાલભાઈની સાઈટનો લાભ પણ મળશે.
સુધીર પટેલ.
September 23rd, 2009 at 6:26 pm
કુણાલભઈ, તમારુ ગ્યાન જોતા તમ્ને મારા ગુરુ બનાવવા પડશે વાંધો ન હોય તો હુ હિન્દી મા પણ લખુ છુ.
સપના
September 23rd, 2009 at 6:58 pm
ફૈઝ અહમદ ફૈઝ અખંડ ભારતના સિયાલકોટ(જે હાલ પાકિસ્તાનમા છે)માં ૧૯૧૧માં જન્મેલા બહુ જાણીતા ઉર્દૂ શાયર હતા. સામ્યવાદી વિચારસરણી ધરાવતા. પાક-સરકારની નારઝગીના કારણે ત્યાં જેલમાં ગયેલા. ૪ વર્ષના જેલવાસમા પણ
તેમણે ઉત્તમ સર્જન કરેલું. ૧૯૮૪ મા મૃત્યુ,
તેમની રચનાઓના અનેક ભાષામા (રશિયન અને અંગ્રેજીમા પણ) અનુવાદ થયેલા છે.
હિન્દી દિન અને ઉર્દુ ગઝલને સંબંધ નહિવત્ કારણ બન્ને ભાષાઓ જુદી છે.
તેમની એક બહુ સુંદર ગઝલનો ગુજરાતી અનુવાદ સાથે પરિચય કરાવ્યો. અભિનંદન!
Pinki : yees, v.true !! but, if we know hindi, can try to go through urdu. thanks for sharing nice info about him.
September 23rd, 2009 at 8:34 pm
સરસ ગઝલનો સમતોલ અનુવાદ. અનુવાદ એ ખરેખર બહુ અઘરો પ્રદેશ છે. શબ્દશઃ અનુવાદ કરતા ભાવાનુવાદ ઘણી વખત વધુ સ્પર્શી જતો હોય છે. મેઘાણીનું ‘મન મોર બની’ એ એનું ઉત્તમ ઉદાહરણ છે.
ઉર્દૂના જાણકારને મૂળ ગઝલ માણવી વધુ ગમે એ સ્વાભાવિક છે.
September 24th, 2009 at 6:33 am
ઉર્દૂ ગઝલ વાંચવાની વધુ મજા આવી.
September 24th, 2009 at 7:42 am
ઉર્દૂ ગઝલની સામે ગુજરાતી ભાવાનુવાદ નબળો છે એ વાત તો સાચી જ પણ સહુથી અગત્યની વાત જે મોતાભાગના લોકો પ્રમાણવાનું ભૂલી ગયા છે તે એ છે કે આ ગુજરાતી અનુવાદને ગઝલ કહી જ ન શકાય. અહીં માત્ર મત્લાનો શેર હાજર છે, બાકી અન્ય કોઈ શેરમાં નથી કોઈ રદીફ કે નથી કોઈ કાફિયા… છંદ પણ એટલો જ નબળો છે.
September 24th, 2009 at 7:52 am
@સુધીરઅંકલ,
ચોક્કસ મુલાકાત લો અને ટીપ્પણી આપશો અને ટકોર કરશો તો વધુ ગમશે.
@સપનાબેન,
પિંકીબેને તો અમથું જ લખી દીધું છે “ગુરુ”..
એવું ખાસ ગ્યાન નથી પણ હા, જરૂર પડે તો બનતી કોશીશ ચોક્કસ કરીશ કાંઈક શોધી આપવાની કે જણાવવાની…
@પંચમભાઈ,
ધ્યાનથી વિચારતાં એવું લાગ્યું કે મને કદાચ અનુવાદ એટલે ન ગમ્યો કે એમાં ગઝલનું બંધારણ જળવાઈ નહિ શક્યું, જે ખુબ જ સ્વાભાવિક છે.. અને તમે કહ્યું તેમ ભાવાનુવાદ સાચે ઘણુંખરું ખુબ સ્પર્શી જાય એવો બની રહે છે.. આ ‘મન મોર બની’ કોઈ અન્ય ગીત નો ભાવાનુવાદ છે?? કશેથી એ વિશે જાણવા ના મળ્યું સર્ચ કર્યું તોયે.. ! :O
Pinki : ‘મન મોર બની’ – by Zaverchand Meghani , is a translation of Rabindranath Tagore’s song : Nob Barsha ( New Rain ) ( navi varsha ) and words are ” hridaya aamar nache re !! ” I will put very soon . I want to put in Rabindranath’s own voice so waiting … !! NIRAJ , now it’s your work….. upload mp3 soon !!
will like to read another nicest translation by him of somebody’s darling on http://webmehfil.com/?p=1679
September 24th, 2009 at 2:44 pm
સર્ફ કરતાં કરતાં અનાયાસે એક અંગ્રેજી બ્લોગ પર જઈ ચડ્યો અને અનુવાદ કરવાની કોઈ પૂર્વ તૈયારી/આયાસ વગર એક અંગ્રેજી કવિતાને વાંચતો ગયો અને ગુજરાતી ભાવાનુવાદ થતો ગયો. માત્ર સ્વઆનંદના આવા ઉપક્ર્મે અનુભવ્યું કે અનુવાદએ બહુ અઘરી કળા છે. મૂળ કવિતાને ન્યાય આપવો કેટલો દુષ્કર હોય છે! સદભાગ્યે એ ભાવાનુવાદ મૂળ રચયિતા ને ખૂબ ભાવ્યો. એ ભાવાનુવાદની લિન્ક અહીં આપું છું.
http://spancham.wordpress.com/2008/08/15/chhello_sainik/