પૂજ્ય બાપુ -

હા, ગાંધી બાપુ…. મળ્યા’તા ! એક વાર,

પૂછતા’તા ભારતને કેમ છે ?

મેં કહ્યું, બાપુ, હજુય બીજી ઑકટોબરે રજા રખાય છે.

ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભા ય થાય છે…..’

કોઈ વડીલ પૂછે છે…. શું છે આજે ?

અને આનંદની વાત એ છે કે,

યાદ કરાવીએ એટલે યાદ પણ આવી જાય એમને !

પણ જો બીજી ઑકટોબરે રવિવાર આવે તો,

આપને યાદ કરતાં બીજું વરસ આવી જાય છે.

રજા તો રવિવારની જ હોય ને ?

સિદ્ધાંતો ! સત્ય ! અહિંસા ! અપરિગ્રહ !

……..અઘરાં શબ્દો છે.

હા ! ખાદીની પ્રૉડક્ટમાં વળતર અપાય છે, આખો મહિનો, ઑકટોબર .

પણ ૩૦ જાન્યુઆરીની બહુ યાદ નથી આવતી,

અને એમાં પણ એમનો વાંક નથી.

એક જ વ્યક્તિનાં કેટલા પ્રસંગો યાદ રહે ? બીજાં કામ પણ હોય ને !

- ચંદ્રકાંત નિર્મલ

 

બીજાં બધાં કામો વચ્ચે – જેણે આઝાદીના શ્વાસ આપ્યાં તેનાં શ્વાસ ખૂટ્યાની તારીખ ભૂલી જઈએ તે પહેલાં તેમની પુણ્યતિથિએ શત શત વંદન સહ……

 

 

 

Pinki on January 30th, 2009 | File Under ગદ્યકાવ્ય, ચંદ્રકાંત નિર્મલ | 5 Comments -