સત જેવું

આજે રક્ષાબંધન …..

ભાઈ અને બહેનનો પવિત્ર બંધન નિભાવવાનો એક શિરસ્તો માત્ર ?!! 

ના…….લાગણીના તાંતણે નવેસરથી ફરી ફરી બંધાવવાનો અવસર !!

આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ …….

આજે માણીશું લલિત ત્રિવેદીની એક સુંદર ગઝલ

માત્ર એક ઉદ્.ગાર વાચક શબ્દ “વાહ્….!! ” જ એને વધાવી શકે.

તો શું અંદર છે અસલિયત જેવું,

ઉપર ઉપર તો છે વખત જેવું.

દેખવું ક્યાં ને દાઝવું ક્યાં છે ?

ચક્ષુમાં છે અફર નિયત જેવું !

એક સાંધો  ને  તેર તૂટે છે

પહેરવું યાને શખ્શિયત જેવું.

આમ ના થાય એ ધરાશાયી

ક્યાંક અંદર હશે લડત જેવું !

ભોગવત કેમ ગુલમહોર વગર ?

મારું સર્વસ્વ શહેરીયત જેવું !

ઠેઠ અંદર  જઈને બેઠો છે

એમ  લાગે ચડ્યું છે સત જેવું .


One Comment to “સત જેવું”

  1. pragnajuvyas says:

    તમે સૌને પણ શુભકામના
    અને પ્રસંગને અનુરુપ રચના રજુ કરવા માટે ધન્યવાદ્

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME