ગની જન્મશતાબ્દી વર્ષ
“જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’ ,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે. “
આ શેરને શબ્દશઃ સાર્થક કર્યો છે એવા ‘ગની’ચાચાને આજે શતક પૂરૂં થયું . ગઝલને ગુજરાતીપણું આપવામાં તેમનું કાર્યપ્રદાન ઘણું જ રહ્યું છે. તેમનો ગુજરાતી પ્રેમ તેમના જ શબ્દોમાં -
“’ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ-બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું . “
અને આ ગઝલ-બુલબુલની મસ્ત મજાની ગઝલ માણીશું
“દિવસો જુદાઈનાં જાય છે”- પણ અંગ્રેજીમાં અને તેનો અનુવાદ કર્યો છે શ્રી પ્રદીપ ખાંડવાલાએ.
Days of separation are passing, but they will surely lead to a reunion
enemies holding my hands will for certain lead me to my kin, Gani.
Not to the earth, not to the sky, not to rise or to decline,
only wanted to reach each others heart’s concern, Gani.
This flower still could not spread perfume to the world’s garden,
If the earth witholds consent, raise me not to the sky then, Gani.
How peculiar is this life ! Call it the life of loving ;
can’t stay without living; can’t survive until termination, Gani.
Your tears are like the jewels of the lowly, do not with the dust mingle,
if this request is acceptable, then voyage from the heart to the vision, Gani.
You are like a queen’s raiment, we are the chundadi of a poor woman,
you are on the body but a while, until burial we are a companion, Gani.
When the fire in the heart got inflamed, then God Himself showed mercy.
someone shut off the breath, so air would not feed inflamation, Gani.
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી,ન ગગન સુધી,નહીં ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી ! કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના ! ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

ગની ચાચા તો તેમની ગઝલો દ્વારા સદા હ્રુદયમાં બીરાજ્યા છે
તેમની સારી રચનાઓ અંગ્રેજીમા સમજાવી તે અમ બેવતનને અહીંની નવી પેઢીને સમજાવવા માટે સરસ વિચાર
વહાલાં પીન્કીબહેન,
ગઈકાલે જ તમારી વેબસાઈટ વીગતે જોઈ.. હું બહુ ખુશ થયો.. સરેરાશ રોજનો એક બ્લોગ નવો રચાઈ રહ્યો છે..
કેટલા આનંદ અને ગૌરવની વાત ! એક સ્થળે એક બ્લોગર–મીત્રે એવી ચીંતા પણ વ્યક્ત કરેલી કે ગુજરાતીમાં બ્લોગ–વેબસાઈટની સંખ્યા બહુ વધવા માંડી છે ને વાચકો પાસે સમય તો તેટલો જ છે ! શું થશે ? પણ; બ્લ્ોગની સંખ્યા જેટલી ઝડપથી વધે છે તેનાથી અનક ગણી ઝડપે વાચકોની સંખ્યાય વધતી જાય છે એ મુદ્દો એમના ધ્યાન બહાર ગયો લાગે છે..
આજના દીવ્યભાસ્કરની પુર્તીમાં ભાઈ વીદ્યુત જોશીનો એક લેખ છે ‘આ જગત બગડી ગયું છે ?’માં એક સરસ વાત કરી છે.
તેઓ લખે છેઃ–
એકવાર એક મોટા નેતાની સંસ્થામાં પુસ્તક પ્રદર્શન યોજાયું. નેતા તેના ઉદ્ઘાટક અને એક વીચારક તેના પ્રમુખ. ઉદ્ઘાટન કરતાં નેતાએ કહ્યું, ‘ અમારા જમાનામાં લોકો બહુ વાંચતા, હવેના યુવાનો વાંચતા નથી.’ વીચારકને લાગ્યું કે આ ખોટો સંદેશ જાય છે, તેથી તે નેતાની જ સંસ્થાના, સભામાં હાજર એવા, ગ્રંથપાલ સાથે સવાલ–જવાબ કર્યા.
‘તમારા ગ્રંથાલયમાં પુસ્તકો વધ્યાં છે કે ઘટ્યાં છે ?’
‘વધ્યાં છે.’
‘સામયીકો વધ્યાં છે કે ઘટ્યાં છે ?’
‘વધ્યાં છે.’
‘ગ્રંથાલયની સભ્ય સંખ્યા વધી છે કે ઘટી છે ?’
‘વધી છે.’
‘પુસ્તકોની લેવડદેવડ વધી છે કે ઘટી છે ?’
‘ઘણી વધી છે ?’
આ સંવાદથી ફલીત થાય છે કે તમામ આધારો લોકો વધુ વાંચતા થયા તે દર્શાવે છે; એટલું જ નહીં પણ એ નેતાના જમાનામાં અક્ષરજ્ઞાન ચોવીસ ટકા હતું, આજે સીત્તેર ટકા છે. પ્રકાશકો વધ્યા છે. મુખ્ય છાપાંઓની બાર લાખ નકલો છપાય છે. એ નેતાના જમાનામાં પચાસ હજાર નકલ પણ ભાગ્યે જ જોવા મળતી. આમ, તમામ આધારો, સાબીતીઓ, પહેલાં કરતાં વધુ લોકો અને વધુ પાનાં વાંચતા થયા છે તેમ બતાવે છે.
મને લાગે છે કે પેલા મીત્ર જેવી ચીંતા કોઈએ કરવા જેવી નથી.. વાચકો જીવનપોષક વાચનસામગ્રીની સતત શોધમાં હોય છે. તેમને તેવું વાચન જેમાંથી મળશે તે ટકશે ને વીકસશે.
પોતપોતાના અંગત ઉમળકાથી નવાનવા બ્લોગ અને વેબસાઈટ આવતા જ્યારે જોઉં છું ત્યારે બહુ આનંદ થાય છે.. મારો તો હરખ માતો નથી. તે બે કારણે.. લખાતી ગુજરાતીને જનસહજ–સરળ કરવા માટે જેને કંઈ કરવું નથી અને જાણે ગુજરાતીના મોટા હીતેશ્રી હોય તેમ ‘ગુજરાતી મરી રહી છે–મરી રહી છે’ની ચીસાચીસ કરનારા કેવા જબરા ભોંઠા પડવાના છે તેના હર્ષથી.. એક અને બીજું, આછું પાતળું લેખન–સર્જન કરનારાયે હવે સ્ક્રીન પર ગુજરાતી લખવાના પુરુષાર્થે ચડશે.. લોકો કિ, કી, કુ, કૂ, લખતાં શીખશે.. હું તો રોમાંચીત થઈ ઉઠું છું ! પણ, આમ, લોક લખતું થશે, અને ‘ઈ–ઉ’ લખવામાં ઠોકરો વાગતી થશે; તેમ તેમ ‘ઉંઝા’ના દીવસો ઉજળા થશે અને સફળતા નીકટ સરકશે..
વહાલાં પીન્કીબહેન,
ત્રણ સાડાત્રણ વરસ પર જ્યારે અમે ‘સન્ડે મહેફીલ’ શરુ કરી ત્યારે આમાંનું ઘણું ઓછું હતું.. આજે આ પ્રગતી જોતાં હરખ સમાતો નથી મારો તો… તમને અને તમારા જેવા એક બે નહીં; હજ્જારો બ્લોગરો, વેબસાઈટરોને, ગુજરાતીને માત્ર ટકાવા જ નહી; સમૃદ્ધ કરવાના ઈરાદે આ નેટ જગતમાં આવકારવા મારા દીલમાં પુરતી જગ્યા છે.. બલકે મારા નયનો આતુરતાથી રાહ જુએ છે.. અમારી સઘળી શુભેચ્છાઓ તમારી સાથે છે.. તમારો પરીચય કરાવવા બદલ મીત્ર સુરેશ જાનીનો આભાર માનું.
..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com
આછું પાતળું લેખન–સર્જન કરનારાયે હવે સ્ક્રીન પર ગુજરાતી લખવાના પુરુષાર્થે ચડશે.. લોકો કિ, કી, કુ, કૂ, લખતાં શીખશે.. હું તો રોમાંચીત થઈ ઉઠું છું ! પણ, આમ, લોક લખતું થશે, અને ‘ઈ–ઉ’ લખવામાં ઠોકરો વાગતી થશે; તેમ તેમ ‘ઉંઝા’ના દીવસો ઉજળા થશે અને સફળતા નીકટ સરકશે..
———————————————————
આ કેવું કે નવા બ્લોગરને અભિનંદન આપવા સાથે સાથે ઉંઝાનો પણ પ્રચાર કરવાનો, ઉત્તમભાઈ ?
આછું પાતળું લખવાવાળા એમને આવડશે એવું ગુજરાતી લખશે, કોઈ ભૂલો બતાવે તો પ્રેમથી સુધારશે. પણ તમારી જેમ હાથે કરીને ગુજરાતી ભાષા-લિપિનું ખૂન તો નહીં કરે ને? લોકોની અણઅવડત પર પ્રહારો કરી લઘુતાગ્રંથી વિકસાવવાનું હીન કામ કરવામાં તમને શું આનંદ આવે છે?
[...] સપ્ટેમ્બર : ગની જન્મશતાબ્દી નિમિત્તે રાષ્ટ્રીય કલા કેન્દ્ર [...]
[...] ગનીચાચાના જન્મદિને આપણે સૌએ તેમની જન્મશતકપૂર્તિ ઉજવી. ગનીચાચા ગુજરાતની એ [...]
[...] ‘ગની’ જન્મશતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે ને ત્યારે આજે તેમની [...]