ઈશ્વર : ચંદ્રેશ મકવાણા

આપણા મધ્યકાલીન સાહિત્યમાં ઈશ્વર કે ખુદા વિષયક રચનાઓ વધુ થયેલી જોવા મળે છે
કે શૃંગાર રસ પ્રકૃતિનો માણવા મળે અને સનમ, સાકી, મદિરા તો ખરું જ.

તો સાંપ્રતકાળમાં એક નવો જ આક્રોશ જોવા મળે છે ઈશ્વર પ્રત્યે.
ચંદ્રેશ મકવાણા પોતાની કલમ ઉઠાવે છે અને પડકારે છે તેના અસ્તિત્વને …..

ચાલ માન્યું એકલો પથ્થર નથી
તોય તું કંઈ એટલો સધ્ધર નથી

લોક લૂંટી જાય છે મંદિર પણ-
અર્થ એનો એ જ તું અંદર નથી

આભમાં પણ આદમી ફરક્યો જ છે
સાંભળ્યું છે ત્યાંય તારું ઘર નથી.

તોય શાને ઉઠતા વિખવાદ જ્યાં
તું જ એકે પક્ષમાં હાજર નથી.

એ જ કારણથી તો હું ‘નારાજ’ છું,
કેમ તારા કંઈ ખબર અંતર નથી.

- ચંદ્રેશ મકવાણા


4 Comments to “ઈશ્વર : ચંદ્રેશ મકવાણા”

  1. Krishna says:

    Its realy nice ……amazing poem…

  2. sunil shah says:

    ચંદ્રેશભાઈને રુબરુ સાંભળવાની તક મળેલી. આ યુવા કવીએ પોતાની ગઝલો વડે અરક આગવી પ્રતીભા ઉપસાવી છે. સુંદર ગઝલ.

  3. લોક લૂંટી જાય છે મંદિર પણ-
    અર્થ એનો એ જ તું અંદર નથી

    ખુબ્બ જ સાચી વાત … !!!

    સુંદર ગઝલ …

  4. pragnaju says:

    એ જ કારણથી તો હું ‘નારાજ’ છું,
    કેમ તારા કંઈ ખબર અંતર નથી.
    સરસ
    આ રીતે ઝગડવાની પધ્ધતી પણ ભક્તીનો પ્રકાર છે

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME