જીવનનું ગાન
“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!”
આ કાવ્યપંક્તિ કહેવત બની ગઈ તે હદે પ્રખ્યાત, તેના કવિ હતા અરદેશર ફરામજી ખબરદાર.
આજે પતેતી નિમિત્તે પારસી ભાઈ-બહેનોને નૂતન વર્ષની શુભેચ્છા અને માણીએ આ પારસી કવિના એક ખંડકાવ્ય ‘જીવનનું ગાન’ના કેટલાંક અંશો….
જીવતું મૃત્યુ છે જીવન આ તેહનું,
જેહને જીવન આ વ્યર્થ લાગે,
પળપળે લાખ શંકા ઉઠાવી ઉરે,
જીવનનો સર્વ આનંદ ભાગે;
જીવનનો મહામૂલો જોગ ચાલી જતો,
મેઘ વરસી જતો વ્યોમમાંથી;
જે દીવાલો કરે આસપાસે ઊભી,
ને સૂએ માંહી અંધાર ઓઢી,
તે ન કૈ દિવસનાં તેજ પામી શકે,
ખોય ત્યાં સર્વ આનંદ પોઢી;
ફૂલ નહિ જોય નિજ રંગસૌરભ કશું,
તદપિ કાંટા જ નીરખે શરીરે,
તો પછી વ્યર્થ છે જીવન એ ફૂલનું,
જીવતું મૃત્યુ એ જીવન ચીરે !
( ઝૂલણા છંદ )

પતેતી મુબારક
તો પછી વ્યર્થ છે જીવન એ ફૂલનું,
જીવતું મૃત્યુ એ જીવન ચીરે !
ખૂબ સુંદર
સુંદર રચના… ઝૂલણા છંદનું પ્રયોજન પણ સ-રસ રીતે થયું છે… ઝૂલણા છંદનું નામોવિધાન શી રીતે થયું હશે?!
ગાલગા ગાલગા ના ઝૂલા જેવા આવર્તનોના કારણે?!