એકલો હું ક્યાં કદીયે હોઉં છું : હર્ષ બ્રહ્મભટ્ટ
ગાંધીનગરની કચેરીમાં ફાઈલોના ઢગલાં વચ્ચે હર્ષ બ્રહ્મભટ્ટ ચમત્કાર સર્જતા હોય
તેમ ગઝલ લખે છે. તો આજે માણીએ એમની એક માર્મિક ગઝલ…
અને મક્તાનો શેર તો આપણી અંદર રહેલી દિવાલને પણ ભેદી નાંખે તેમ પડઘાશે.
એકલો હું ક્યાં કદીયે હોઉં છું,
હું હંમેશા મારી સાથે હોઉં છું.
મૌનની મહેફિલ અનેરી હોય છે,
હું જ શાયર હું જ શ્રોતા હોઉં છું.
સૂર્યોદય કેવો થયો મારી ભીતર,
પહાડ જેવો હું પીગળતો હોઉં છું.
નાદરૂપે હું પ્રગટતો હોઉં છું,
હું જ વીણા, તાર પણ હું હોઉં છું.
ડૂબવા, તરવા વિશે ક્યાં ભેદ છે ?
હું જ હોડી , હું સમંદર હોઉં છું.
અર્થ ક્યાં છે ? આ દિવાલોનો હવે,
બહાર પણ હું , હું જ અંદર હોઉં છું.
- હર્ષ બ્રહ્મભટ્ટ

એકલો હું ક્યાં કદીયે હોઉં છું,
હું હંમેશા મારી સાથે હોઉં છું.
અર્થ ક્યાં છે ? આ દિવાલોનો હવે,
બહાર પણ હું , હું જ અંદર હોઉં છું.
મૌનની મહેફિલ અનેરી હોય છે,
હું જ શાયર હું જ શ્રોતા હોઉં છું.
.. ખુબ જ મજાના અશાર … વાહ …
અર્થ ક્યાં છે ? આ દિવાલોનો હવે,
બહાર પણ હું , હું જ અંદર હોઉં છું.
વાહ…દર્શન ગમ્યું
એકલો હું ક્યાં કદીયે હોઉં છું,
હું હંમેશા મારી સાથે હોઉં છું.
આફરીન
યાદ આવી
રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,
કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.
અને
શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે,
અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.
એકલો એકલો તારી સાથે વાત કરું છું
સૂર્યોદય કેવો થયો મારી ભીતર,
પહાડ જેવો હું પીગળતો હોઉં છુ
જ્ઞાનનો પ્રકાશ એવો થયો કે તમે કઠણ હોવા છતાં પીગળી ગયાં અને કશુંક નકકર વર્ણવી ન શકાય તેવું પામી ગયાં. વાહ !