ગઝલ : અંકિત ત્રિવેદી

 

લે, હવે ચોમાસું બારેમાસ છે,
કો’ક એવું આપણામાં ખાસ છે.

શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.

મન ભરીને માણવાનું થાય મન,
એક એવો શોધવાનો શ્વાસ છે.

આપણે ખાલી થવાનું હોય છે,
જિંદગી પણ એક કટકો વાસ છે.

એક પંખી જેમ તું ઊડી ગઈ,
ને અમારા હાથમાં આકાશ છે.

- અંકિત ત્રિવેદી

 

હમણાં એક કાર્યક્રમમાં જવાનું થયું. બાજુમાં એક ઘરડાં બા બેઠેલાં તો મને પૂછ્યું કે, સ્ટેજ પર
મીઠડું બોલતો અને પરાણે વ્હાલો લાગે એવો આ છોકરો કોણ છે ? મેં કહ્યું , બા, એનું નામ તો અંકિત ત્રિવેદી છે. હવે બાને તો સાહિત્યની બહુ સૂઝ ન’તી લાગતી પણ તોયે …?!! અને અંકિતના પુસ્તક ‘ગઝલપૂર્વક’ ના દ્વિતીય વિમોચન સમારંભમાં સુરેશદાદાએ પણ નોંધ્યું કે આજના કાર્યક્રમમાં યુવતીઓ વધુ દેખાય છે. તો નાના-મોટાં સહુને મોહિત કરનાર અંકિતના પરિચયની તો કોઈને જરુર નથી. પણ વૅબમહેફિલના વાંચકોને જાણીને આનંદ થશે કે, ૨-૩ મહિનાથી સાઈટની કામગીરી માટે સાહિત્યકારોને મળવાનું થતું.  અંકિતને પણ મળવાનું થયું અને હજુ વેબમહેફિલે તો પગલું ઉપાડ્યું’તું ને એમણે વૅબમહેફિલનો હાથ શરૂઆતથી જ થામી લીધો. એમના પ્રત્યક્ષ અને પરોક્ષ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર અને મને ગમતી એમની રચના ….

 


9 Comments to “ગઝલ : અંકિત ત્રિવેદી”

  1. એક પંખી જેમ તું ઊડી ગઈ,
    ને અમારા હાથમાં આકાશ છે.

    બહુ સરસ વાત કરી અંકીતભાઈ.આવો જ એક શેર કોઈકનો વાંચ્યો હતો જે આ પ્રમાણે છેઃ
    એક સફીના હૈ તેરી યાદગાર
    એક સમંદર હૈ મેરી તન્હાઈ

  2. pragnaju says:

    શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
    જીવતો પ્રત્યેક માણસ લાશ છે.
    મન ભરીને માણવાનું થાય મન,
    એક એવો શોધવાનો શ્વાસ છે.
    લે, હવે ચોમાસું બારેમાસ છે,
    કો’ક એવું આપણામાં ખાસ છે.
    વાહ
    નસનસ આ ફાટીને વહેવા ચાહે છે આ તો કેવો અષાઢી ઉલ્લાસ છે
    ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે

  3. મજાની ગઝલ … !!

  4. એક પંખી જેમ તું ઊડી ગઈ,
    ને અમારા હાથમાં આકાશ છે.

    -ક્યા બાત હૈ, કવિ!! સુંદર ગઝલ…

  5. snehaakshat says:

    શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
    પ્રત્યેક માણસ જીવતી લાશ છે…સાચું એક્દમ.
    છેલ્લો શેર પણ ખૂબ ગમ્યો..એક પંખી જેમ તું ઊડી ગઈ..
    અને હા,મેં પણ અંકિતજીના એક પ્રોગ્રામમાં જોયેલ છે છોકરીઓની સંખ્યા જરા વધુ જ હતી.

    સ્નેહા-અક્ષિતારક

  6. Prarthana says:

    મને તો ગમે જ, તમે લખેલિ ગઝલ્. સુન્દર્.

  7. સરસ
    એક પંખી જેમ તું ઊડી ગઈ,
    ને અમારા હાથમાં આકાશ છે.

  8. abhigam says:

    આપણે ખાલી થવાનું હોય છે………ગઝલ માં ફિલસુફી સિવાય મને કશું શોધવું ન ગમે…….

  9. vipulpandya.bhiloda says:

    ankitbhai tame shatyu thav. ane sarsvti ma ni khub seva karo .pranam

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME