ગઝલ : અંકિત ત્રિવેદી
દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં
પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને,
તારી ગલીને એ હવે સજાવશે નહીં.
તું પણ બનીને દોસ્ત છોને આવતો ખુદા,
તું પણ જરૂર હશેને ત્યારે આવશે નહીં
લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
સામે ઊભી હશે અને લખાવશે નહીં.
આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.
- અંકિત ત્રિવેદી
આજે અંકિતની એક અપ્રકાશિત ગઝલ માત્ર વેબમહેફિલનાં વાચકો માટે…ગઝલ સ્વયં જ પોતાનું બિંબ ઝીલે તેવી સક્ષમ છે તો કોઈ સરનામા વગર દિલની વાત સીધી દિલ સુધી..
સંવત્સરી નિમિત્તે સૌ મિત્રોને ‘મિચ્છામી દુક્કડમ’ અને ગણેશચતુર્થીની શુભેચ્છાઓ.
.

વાહ, ખુબ જ સરસ ગઝલ
આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.
વાહ્.. no words….
thank u pinkiben…
લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
સામે ઊભી હશે અને લખાવશે નહીં.
વાહ્
ત્રણ દિવસથી મનમાં જેની વાતો ગુંજ્યા કરે છે
તેની ગઝલ માણી આનંદ થયો.
હજારો માણસોમાં મુલાકાત તો શક્ય જ ન હતી!
યાદ આવી
ક્ષણોની ઝડપથી બદલતી ક્ષણો છે
જો મટકું છું પાંપણ, છટકતી ક્ષણો છે
હતાશાની ક્ષણ છે, નિરાશાની ક્ષણ છે
ને ઉલ્લાસ તો ક્યારે આશાની ક્ષણ છે
આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.
સરસ.
સુંદર રચના…