ઝાકળનાં જળ

 

ધ્રૂજતાં પાંદડાંને દડતાં ઝાકળનાં જળ !
પળનાં પારેવડાંને ઊડવાની ચળ !

પકડ્યાં પકડાય નહીં પળ પળનાં છળ,
ખળભળી ઊઠે ઊંડાં અંતરનાં તળ !

તટની વેળુમાં પડ્યા ભાતીગળ સળ,
વાયરો વહે ને થાય સઘળું સમથળ.

તોયે હજી વળે નહીં કેમે કરી કળ !
ધ્રૂજતાં પાંદડાંને દડતાં ઝાકળનાં જળ.

- દુર્ગેશ શુક્લ

આજની નવી પેઢીને કદાચ આ નામ એટલું પોતાનું ના લાગતું હોય તો- એક clue રચનામાં
વેળુ શબ્દ અને અટક શુકલ કંઈક તો યાદ આવશે અને છતાં પણ યાદ ના આવે તો , અગર એમ કહું કે કવિ આકાશવાણીમાં એક ઉદ્.ઘોષક હતાં……….. હા, તેઓ આપણા માનીતા ઉદ્.ઘોષક અને કવિ તુષાર શુક્લનાં પિતા છે અને આજે તેમનો જન્મદિન… ..

પળના પારેવડાંને ઊડી જવાની ચળ- રેતની જેમ સરી જાય સમય અને તેનાં છળ તો પામી શકાય એમ જ નથી તો સમય ઊંડે એવાં સળ પાડી જાય કે કો દિ’ કળ વળે જ નહીં અને આપણે ધ્રૂજીએ પાંદડાંની જ્યમ અને આંખમાંથી દડતાં આંસુ ઝાકળ જ્યમ…….!!

 


2 Comments to “ઝાકળનાં જળ”

  1. ‘ળ’કરાંત કાફિયાઓનો ધ્યાનાર્હ પ્રયોગ… ગઝલનુમા ગીત કહેવું કે ગીતનુમા ગઝલ? સરવાળે સુંદર રચના… કવિ પરિચય બદલ આભાર…

  2. pragnaju says:

    ગઝલ ગમી
    તોયે હજી વળે નહીં કેમે કરી કળ !
    ધ્રૂજતાં પાંદડાંને દડતાં ઝાકળનાં જળ.
    કેટલું સુંદર
    ચ.ગુ.માં મધુરી વાણીથી જેણે સ્ટેજ પોતાનું કરી લીધુ હતું તે વૃધ્ધ લાગતો કવિ તુષાર શુક્લનાં પણ પિતા દુર્ગેશ શુક્લના જન્મ દિનના અભિનંદન.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME