સાંજ ઢળતી જાય છે : નીતિન વડગામા
વાત કયાં ક્યારેય પૂરી થાય છે ?
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
આયખાનો અર્થ આરંભાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
બે’ક અક્ષર ધૂંધળા વંચાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
દ્રશ્ય આછું-પાતળું ઝીલાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
ક્યાં કિનારો સહેજ પણ દેખાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
માંડ ચપટીક મર્મ પણ સમજાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
એમ જર્જર જાત સંકેલાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
- નીતિન વડગામા
કાલે અમદાવાદમાં ઢળી’તી એક ખુશનુમા સાંજ…… પણ હજુ એનાં આછા ગુલાબી-નારંગી રંગો આંખમાંથી આથમ્યા નથી અને યાદ આવી ગઈ નીતિનભાઈની આ ગઝલ ! સાચે જ જીવનમાં પણ અચાનક એવું થઈ જાય અને આપણને લાગે કે, - ને અચાનક સાંજ ઢળતી જાય છે.

સુંદર ગઝલ.. એક એક શેર સરસ છે..
નીતિનભાઈની આ ગઝલે ખાસ્સા વમળો સર્જ્યા હતા… આને ગઝલ કહેવી કે નહીં? અહીં મત્લાનો શેર કોને કહેવો અને કાફિયાના નિયમોનું પાલન થાય છે કે નહીં વગેરે… વગેરે….
હું આને નવતર પ્રયોગ અને અભિવ્યક્તિના નાવીન્ય તરીકે જોઉં છું… કવિની મૌલિક્તા અને અલગ કરી બતાવવાની ઈચ્છા અહીં અનાયાસ કવિતા બનીને ઉભરી આવી છે.
એમ જર્જર જાત સંકેલાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
વાહ ખરી વાત
માનવીને જ્યારે સમજણ આવે છે ત્યાં સુધી
તો જીવનને કીનારે આવી પહોચે છે.
યાદ આવી ઢળતી સાંજ અંગે
એક પડછાયો પીધો તેનો નશો છે લોહીમાં,
આમ બસ હર એક સાંજો લડખડતી જાય છે.
ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
બોલ મારા આ જનમના ને તે જનમના ભાગિયા,
કોણ ઉમ્બર પર અધૂરી સાંજ આ નાખી ગયું.
સન્તો એ કહેલી વાતો અમુક શેર માં સુન્દર રીતે કહેવાઇ ગઈ…
જીવન ની ફિલસુફી સમજાવાઈ ગઈ….
સુંદર મુસલસલ ગઝલ! ફરી વાંચી મજા આવી.
સુધીર પટેલ.
સુંદર મુસલસલ ગઝલ ફરી વાંચી મજા આવી!
સુધીર પટેલ.
એક એક શેર ખુબ જ સરસ છે..
મને પણ નથી સમજાતુ કે ગઝલ કોને કહેવાય અને શેર કોને કહેવાય?
જો કોઈ સમજાવી શકે તો મને સમજાવજો…
neetakotecha.1968@gmail.com
મારા બ્લોગ પર હુ આવુ બહુ બધુ લખુ છુ..બસ લખાઈ જાય છે એને શું કહેવાય એ પણ કહેશો….plsssss