નરો વા કુંજરો વા !
મળે હર પ્રશ્નનો ઉત્તર નરો વા કુંજરો વા ;
યુધિષ્ઠિર આજ પણ હાજર ? નરો વા કુંજરો વા.
ફરી શું યુદ્ધની સંભાવના ચારેતરફ છે ?
જરા બસ ફેંકતા કંકર ? નરો વા કુંજરો વા.
ક્ષણો જો એકસરખો વેશ પહેરી નીકળે છે,
અને એ વેશની ભીતર ? નરો વા કુંજરો વા.
યુગોથી એક જણ ખુદનો જ પડછાયો પકડતો,
અડોઅડ ને છતાં અંતર ? નરો વા કુંજરો વા.
સડકના સખ્ત ભરડામાં મરે સહુ માણસો લ્યો,
સડક નામે હશે અજગર ? નરો વા કુંજરો વા.
- જાતુષ જોશી
મહાભારતમાં ધર્મનિષ્ઠ , સત્યવક્તા યુધિષ્ઠિરે અશ્વત્થામાના મૃત્યુ વિશે ઉત્તરમાં નરો વા કુંજરો વા કહ્યું પણ તેઓ તેને પણ પાપકર્મ જ સમજ્યા હશે કારણ અર્ધસત્ય એ અર્ધજૂઠ જ હોયને ? કવિ જાતુષ જોશી બહુ મજાનો રદ્દીફ લઈ જીવનની નાજુક અને ગંભીર વાતો આ ગઝલમાં સહજતાથી કરી દે છે. આજે પણ ઘણાં પ્રશ્નનો ઉત્તર નરો વા કુંજરો વા જ છે તે સત્યને રજૂ કરતો મત્લાનો શેર જ દમદાર ને ચોટદાર છે અને એમાં પણ યુદ્ધની સંભાવનામાં પ્રશ્નાર્થ ચિહ્.ન મૂકી પછી કહે છે “જરા બસ ફેંકતા કંકર ? અને ઉત્તર નિઃશંકપણે “નરો વા કુંજરો વા” ….તો સમયને પણ કવિએ બક્ષ્યો નથી તેના જૂજવાં રુપની ભીતર પણ – નરો વા…. તો યુગોથી ખુદનો પડછાયો ( કયો? ) પકડવા મથતા ઈન્સાનને પણ મળતો જવાબ – નરો વા…. અને અકસ્માતોની આ હારમાળ સર્જતી સડક પણ.. ? ? જો જો કદાચ ’જ’ ગઝલ ‘ના’ ગમે તો તમે ના કહેતાં “નરો વા કુંજરો વા”……

નવા જ રદીફમાં સુંદર ગઝલ..
ફરી શું યુદ્ધની સંભાવના ચારેતરફ છે ?
જરા બસ ફેંકતા કંકર ? નરો વા કુંજરો વા.
are roj em thay che ke aaje yudhdh thashe…ane e pan mahayudhdh karta pan vadhare hoy che…
khub j saras ane sunder
નરો વા કુંજરો વા એટલે વિકલ્પ બતાવી સત્યને ઢાંકવા પ્રયત્ન કરવો
તેના રદીફવાળી ગઝલ ગમી
યુગોથી એક જણ ખુદનો જ પડછાયો પકડતો,
અડોઅડ ને છતાં અંતર ? નરો વા કુંજરો વા.
સડકના સખ્ત ભરડામાં મરે સહુ માણસો લ્યો,
સડક નામે હશે અજગર ? નરો વા કુંજરો વા.
વાહ
જાતુષની ગઝલના દરેક શે’ર વાંચી અને અટકી જવાય છે.મન ઊંડા વિચારમાં સરી પડે.શું સત્ય એ અપૂર્ણ કે અરધું હોય શકે?