સડક……
સાવ સૂની થઈ ઊભી છે ક્યારની,
મારી માફક કોને ઝંખે છે સડક ?
સ્થાન પોતાનું કદી છોડે નહીં,
ને બીજાઓને ચલાવે છે સડક.
અટકી અટકી અશ્વ ચાલે, ને જુએ,
કોણ, આ એડી કે ખખડે છે સડક ?
કેટલાં કોલાહલો જાગી ઊઠે !
શાંત ચિત્તે તોય ઊંઘે છે સડક.
મારી સામે મારો પડછાયો ધરી,
મારી એકલતાને દોરે છે સડક.
આપણી મંઝિલ હવે નિશ્ચિત થઈ
કોઈનાં પગલાં બતાવે છે સડક.
ખૂબ ચાલ્યા બાદ દેખાયું મને,
હું ઊભો છું ને આ ચાલે છે સડક.
- મનહર મોદી
મનહર મોદીની આ ગઝલ ૧૯૫૬ થી ૧૯૬૩ના ગાળામાં લખાયેલી જ્યારે ઊર્મિપ્રધાન, પ્રકૃતિપ્રેમ, પ્રણયોર્મિ કાવ્યો કે ગઝલો વધુ લખાતાં અને ત્યારે આ બોલચાલની ભાષાના શબ્દો – ઊંઘ, બગાસું, છીંક, હોંચી ગધાડું, ફોટો વગેરેનો ગઝલોમાં ઉલ્લેખ …..??? કદાચ તેઓ કહે છે એમ, ” મને,મારી ભાષા, નવી ભાષા સર્જવામાં અતિ અતિ આનંદ મળતો રહે છે.” હા, એટલું ચોક્ક્સ કહું કે, આ ઊંઘ અને બગાસું શબ્દ તો મોદીકાકાની ગઝલોમાં વારંવાર આવે એનું કારણ એ જ કે મોડી રાત્રે બહાર નીકળી જઈ પછી વહેલી સવારે પાછા ફરતા તે ઘટનાની સાક્ષી હું પોતે……એટલે આ નિંદ્રાની તૃપ્તિ ગઝલમાં જ ઊંઘ અને બગાસું લખીને કરતાં હશે, ખરુંને …. પણ આજે આ ગઝલ વાંચતા લાગે છે કે પચાસના દાયકામાં લખાઈ છે ?!!

ખૂબ સુંદર ગઝલ. દરેક શેર લાજવાબ છે.
ટલાં કોલાહલો જાગી ઊઠે !
શાંત ચિત્તે તોય ઊંઘે છે સડક.
ખૂબ ચાલ્યા બાદ દેખાયું મને,
હું ઊભો છું ને આ ચાલે છે સડક.
-સુંદર ગઝલ… આ બે શેર ખૂબ ગમ્યા… અને ગઝલ સાથેની આપણી ટિપ્પણી પણ હંમેશા મજાની હોય છે… ગુજરાતી ગઝલને પરંપરાની વાડ કૂદી આધુનિક બનાવવામાં મદદ કરનાર કવિઓમાં મનહર મોદીનું નામ મોખરાનું છે.
એકેએક શેર જીવનના એક-એક તબક્કા, એક-એક મુકામનું જાણે જીવંત ચિત્ર … !!!
ખુબ્બ જ સુંદર ગઝલ …
Manhar Modi is one of my favourite Gazalkars and I enjoyed this post by heart.
Sudhir Patel.
ખૂબ ચાલ્યા બાદ દેખાયું મને,
હું ઊભો છું ને આ ચાલે છે સડક.
ગઝલ અને ખાસ તો આ શેર વાંચી ને
જાવેદ અખ્તર સાહેબ ની ઉત્તમોત્તમ હિન્દી
નઝમ ” વક્ત્ ” ની યાદ આવી ગઈ.
ખૂબ સરસ ગઝલ ….બન્ને….