પ્રેમપત્ર

 

પત્રમાં પ્રીતમ લખું કે સખા, સાજન લખું?
શબ્દ હું મઘમઘ લખુંમૌનની સરગમ લખું.  

તું યે કોરો ના રહે, જો તને લથબથ લખું,
આજ તોડું હદ બધી… બસ લખું, અનહદ લખું !

ઝાંઝવાનાં જળ છળું, મેહુલો છમછમ લખું,
તારી કોરી ધરતી પર હું મને ખળખળ લખું. 

પથ્થરોનાં વનનાં હર પહાણ પર ધડકન લખું,
કાળજાની કોર પર લાગણી મધ્ધમ લખું.

રાત દિનની દરમિયાં કૈંક તો સગપણ લખું,
આભ અવનિને મળે, એક મિલનનું સ્થળ લખું.

દોહ્યલાં જીવનમાં એક સાહસી અવસર લખું,
સ્નેહનાં હર તાંતણે શૌર્યનાં હું વળ લખું.

માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ લખું,
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.

લાવ તારા હાથમાં વ્હાલ હું અણનમ લખું,
ભાગ્યમાં હું એક બે પ્રેમઘેલી પળ લખું. 

આટલું વ્હાલમ તને વ્હાલથી વ્હાલપ લખું,
ઊર્મિનાં લિખિતંગ લખું, સ્નેહનાં પરિમલ લખું.

- ‘ઊર્મિ’

 

ઊર્મિસાગરને તેનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
આમ તો બ્લૉગજગતથી મને વાકેફ કરનાર એ જ……… બ્લૉગજગતના ફાયદા અને ગેરફાયદામાં છંદના કુછંદે અમને ચડાવી દેનારમાં તેનો પણ સમાવેશ . આજે તેની આ છંદોબદ્ધ મારી પ્રિય રચના….

 

 


3 Comments to “પ્રેમપત્ર”

  1. sudhir Patel says:

    સરસ ગઝલ !
    જન્મ્-દિન મુબારક હો!
    સુધીર પટેલ.

  2. સોરી પિંકી… ઘણા વખતે આજે છેક નીચે સુધી સ્ક્રોલ કરીને વાંચ્યા કર્યું તો ઘણું ઘણું ચૂકાઈ ગયેલું વાંચવા અને માણવા મળ્યું અને અંતે આ સરપ્રાઈઝ પણ મોડી મોડી જોવા મળી.

    દિલથી આભાર દોસ્ત!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME