અભિનંદન
(ફોટો સૌજન્ય : સંજય વૈદ્ય)
કિનારા નથીને નદી પણ નથી
તને એવી ક્ષણ સાંપડી પણ નથી
મને જીવવા એક બહાનું મળે
કહે છે : ખુદા ઘાતકી પણ નથી
અરીસા ઊપર ધુળ જામી ગઈ
ખરાં છો તમે, ઝાપટી પણ નથી
હતા જેમ જેવા, જણાયા અમે,
કદી જાતને છાવરી પણ નથી
તને કોઇ “ઈર્શાદ” કહેતું નથી
ગઝલ લોહી રેડી લખી પણ નથી
- ચિનુ મોદી
આપણા આધુનિક કવિ ચિનુ મોદીને આદ્ય કવિ નરસિંહ મહેતા પારિતોષિક અર્પણ કરવામાં આવ્યો છે. તો વૅબમહેફિલ અને શનિસભાના સૌ મિત્રો તરફથી ચિનુકાકાને ખૂબ ખૂબ અભિનંદન…!!
વિશ્વ હૃદય દિન નિમિત્તે એક રચના લાગણીવશ હૃદય !
the attachments to this post:



’ઈર્શાદ’ને હૃદયથી અભિનંદન.
આદરણીય શ્રી ચિનુ મોદી’ઇર્શાદ’ને ખૂબ-ખૂબ અભિનંદન.
Dear “IRSHAAD”,
Wishing you Congratulations from the bottom of our heart.
We wish that on every occasion in your life a new feather is being added to your cap.
Best Wishes,
Ameet
હવે એમને આવા પારિતોષિકો મળે કે ના મળે;એતો આનાથી પર છે.
છતાં આપ્ણે વહેવારી માણસો આવું કર્યા વિના ચેનથી બેસી શકીએ નહીં.
ચાલો ત્યારે વહેવારની રસમ આપણે નિભાવીએ અને એમને વધાવીએ.
ચિનુભાઈ,અભિનંદન!
જાણીને બહુ આનંદ થયો. ડલાસમાં એમને સાંભળ્યા હતા, તે યાદ આવી ગયું.
તને કોઇ “ઈર્શાદ” કહેતું નથી
ગઝલ લોહી રેડી લખી પણ નથી
સુંદર
આદરણીય ચિનુ મોદીને અભિનંદનત
સુંદર ગઝલ… આદરણીય શ્રી ચિનુકાકાને હાર્દિક અભિનંદન !
ટોચના ગઝલકાર શ્રી ચિનુ મોદીને આ એવોર્ડ મળવા બદલ હાર્દિક અભિનંદન અને ખૂબ જ આનંદ!
સુધીર પટેલ.
ખૂબ સુંદર ગઝલ.. ખૂબ ખૂબ અભિઁદન..
ચિનુ મોદીને અભિનંદન પાઠવવાની કક્ષાએ તો પહોંચાય એમ નથી પણ એમની ગઝલને માણવાની કક્ષા મળી છે એ ય ઘણું…