લાગણીવશ હૃદય !
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાતદી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુવહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડુબી જવું, હોય સૌદર્ય સામે તો કહેવું જ શું ?
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે,
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
- ગની દહીંવાલા
“હૃદયના ભાવ , પાંખે કલ્પનાની લઇને આવ્યો છું , સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું.” આજે વિશ્વ હૃદય દિન અને સાહિત્યકારો સાચે જ ગનીચાચા કહે છે એમ હૃદયનાં ભાવ કલ્પનાની પાંખે લઈને આવે છે. જોકે આમ તો ‘હૃદય’ ના સંકલિત શેર મૂકવાની ઈચ્છા હતી પણ આ રચના વાંચી તો….. એ ફરી ક્યારેક. હા, પણ એમાં પણ ગનીચાચાના જ શેરો વધુ જ હશે………!!

ખરેખર..હૃદય લાગણીવશ થઈ જાય તેવી ગનીચાચાની રચના છે. પિંકીબેન ‘વેબમહેફિલ’ સાચા અર્થમાં શબ્દોની–લાગણીની મહેફિલ બની ગયું છે. બસ આમ જ સાગરમાંથી મોતીઓ શોધીને આપતાં રહેજો.
સરસ રચના!
આ ગઝલ નથી.
ગીત નથી.
વિશ્વ હૃદય દિને
આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે,
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
લાગણીવશ હૃદયનો ધબકાર છે
અમારા સદનસીબે તેમને તેમની દુકાને જાતે સાંભળવાનો લહાવો મળ્યો છે