યુગવણકર : કૃષ્ણલાલ શ્રીધરાણી

 

વણઢાંક્યા જગનો સાદ, સાંભળ યુગ ચાદર વણનાર !

હિમ શિયાળે ધરણી ધ્રૂજે , મેઘની છૂટે ધાર !
દેહ તણી મરજાદ છુપાવા, ચીંથરાનો ન આધાર !  – સાંભળ.

વર્તમાને  તેં પાટલી માંડી , ખાંભી અનંતને આર !
ભૂતને તાણે ભરતો જાતો, ભાવી તરંગના તાર !   – સાંભળ.

છેડલે મૂકી અહિંસાની આરી , સાચની હીર કિનાર !
આત્મવિલોપન, આતમ મોચન, કાંજી થકી સંચાર !  – સાંભળ.

પથ્થરની અણભેદ દીવાલો , રૂંધતી વણકર કાર;
ઈંટચૂના વીંધી તાંતણા થાતા, વિશ્વમાં એકાકાર ! -સાંભળ.

- કૃષ્ણલાલ શ્રીધરાણી

 

ગાંધીજીને ‘જુવાન ડોસલો’ કહેનાર કૃષ્ણલાલ શ્રીધરાણીએ તેમને ‘યુગવણકર’ કહીને પણ બિરદાવ્યા છે. રેંટિયા પર ખાદી કાંતતા ગાંધીજીએ આ સ્વતંત્રતાની ચાદર કેમ વણી તેનું સુંદર વર્ણન કાવ્યમાં કવિએ કર્યું છે. કલકત્તામાં જોયેલ ગરીબ સ્ત્રીવાળી ઘટનાનો ઉલ્લેખ કરતાં કહે છે ‘દેહ તણી મરજાદ છુપાવા,ચીંથરાનો ન આધાર !’ અને પછી ભૂતકાળના તાણાવાણાને વણતાં ભાવિનાં તાર આઝાદીના જોડાઈ જાય છે. તો આ ચાદરને અહિંસાની અને સત્યરૂપી હીર (રેશમ)ની કિનાર પણ મૂકી છે. આજે રેંટિયાબારશે આ ‘યુગવણકર’ને લાખો સલામ….!!

 

 


6 Comments to “યુગવણકર : કૃષ્ણલાલ શ્રીધરાણી”

  1. neetakotecha says:

    દેહ તણી મરજાદ છુપાવા, ચીંથરાનો ન આધાર !

    સાચ્ચે જ ખુબ સરસ છે આ વાત…હ્રદય ચીરી નાંખે તેવી…

  2. નીરજ says:

    સુંદર રચના અને શૈલી.. આબેહુબ નિરૂપણ..

  3. Urmi says:

    અતિ સુંદર…! બાપુને અને બાપુ વગરનાં રેંટિયાને લાખો સલામ…!

    વર્ષો પહેલાં ભણેલી આ કવિતાને હું તો સાવ ભૂલી જ ગઈ હતી… અને એવી ભૂલી ગઈ હતી કે આજે એકદમ નવી જ લાગી.

    આભાર પિંકી !

  4. pragnaju says:

    પ્રસંગને અનુરુપ ખૂબ સુંદર રચના
    છેડલે મૂકી અહિંસાની આરી , સાચની હીર કિનાર !
    આત્મવિલોપન, આતમ મોચન, કાંજી થકી સંચાર ! – સાંભળ.
    બધું જ કહી જાય છે .
    આજે આ પણ વાંચશો
    * ગાંધી વ્યક્તિ તરીકે નહીં પણ વિચારની રીતે જરુરી છે!
    *http://niravrave.wordpress.com/

  5. શબ્દોનું સુંદર વણાટકામ…

  6. sudhir Patel says:

    ગાંધીયુગનું સુંદર ગીત વાંચી મજા આવી.
    સુધીર પટેલ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME