શોધ્યા કરું : કાજલ ઓઝા-વૈદ્ય

 

મારા વિનાના શહેરમાં, તું શોધતો ફરતો તને,
તારા વિનાના શહેરમાં અહીં, હું મને શોધ્યા કરું.

ક્ષણો ગૂંથાય સેરમાં જ્યારે રહે તું આસપાસ,
તારા ગયાની ક્ષણ પછી, હું એક એક તોડ્યા કરું.

પ્રત્યેક ક્ષણ લાગ્યા કરે, તું જઈશ કે જાય છે,
હું નિઃશબ્દ આમ જ તને બસ આંખથી રોક્યા કરું.

તું વજનદાર મૌનના ખડક નીચે દબાયેલો -
હું તને ઉગારવા સતત કંઈને કંઈ બોલ્યા કરું.

ઈંટ-પથ્થરના મકાનોમાં તને વસવું ગમે,
રેતીના હું,ઘર- પછી ઘર ચણતી રહું…તોડ્યા કરું

કેટલી સદીઓ સુધી હજી પ્રતિક્ષામાં રહું !
આ જ પ્રશ્ન કેટલી સદીઓ સુધી પૂછ્યા કરું ?

- કાજલ ઓઝા-વૈદ્ય

આજે ૨૯ સપ્ટેમ્બર કાજલ ઓઝા-વૈદ્યના જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હા હા એ જ ચિત્રલેખામાં ‘દરિયો એક તરસનો’ લખે છે તે જ… એક સ્ત્રીના મનોભાવોનું તાદૃશ નિરુપણ !!

 


4 Comments to “શોધ્યા કરું : કાજલ ઓઝા-વૈદ્ય”

  1. તમે સાચું જ કહ્યું -એક સ્ત્રીના મનોભાવોનું તાદૃશ નિરુપણ !!

  2. chetu says:

    MANY MANY HAPPY TRTURNS OF THE DAY TO KAJALJI

  3. h.r says:

    Dear Kajalji, I did not have words to say on this poem which comes from withine.
    Hope to get many more.
    HR

  4. vivek tank says:

    i am ur fan….u r outstanding person….and this poem is “LAJAVAB”

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME