મહેફિલ : ચિનુ મોદી

 

ગઝલને થયું : છે આ ‘ઈર્શાદ’ તો,
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

ગઝલ સહજ રીતે જ્યાં ઠરીઠામ થઈ ગઈ છે તેવા આપણા કવિશ્રી ચિનુ મોદીનો આજે જન્મદિન છે. આજે માણીશું તેમના કેટલાંક શેર….. (કોઈ એક જ ગઝલ પસંદ કરતાં મુશ્કેલી પડી તો આજે મનભાવન શેરની મહેફિલ )

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી
જીવવાની જીદ ઝાકળ ના કરે

તો ઝાંઝવાં પર તડકાનો સિતમ કેવો ?-

ધોમ તડકાના સિતમ પર છે સિતમ,
ઝાંઝવાની જોઈ લે તું અવદશા.

તીવ્ર વેદના વચ્ચે પણ કવિનું ખુમારીસભર આવેદન-

ઠાઠ ભપકા એ જ છે ‘ઈર્શાદ’ના,
ઘર બળે તો તાપી જોવું જોઈએ.

આંસુના પટને આમ શબ્દમાં કોણ બાંધી શકે ?!!

આમ તો પર્યાપ્ત છે બે  આંખનો વિસ્તાર પણ,
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો !

તો પોતાનું સરનામું જણાવતાં કહે છે,

નામ-સરનામાં હવે ‘ઈર્શાદ’નાં શાં પૂછવાં ?
સાત સૂકાં પાંદડાં પર આંસુઓની છાપ છે.

મનનાં વિચારોનું દ્રઢીકરણ ઈચ્છામાં પરિવર્તિત થાયને
પછી તો એને હાથ-પગ પણ આવી જાય …!!

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

તીવ્ર ઈચ્છાનો વખત ચાલ્યો ગયો,
નખ વગરના શું કરું હું આંગળાં ?

અને હવે તો -
तेन त्यकतेन भूंजिथा: ની પેલે પાર

કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઈચ્છા છે હવે એ પણ ન હો.

શબ્દોના સાગરમાં ડૂબકી લગાવી આપણને અણમોલ મુક્તકો આપનાર કવિશ્રીને જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વૅબમહેફિલ અને તેના સૌ વાંચકો તરફથી……..

 

 


5 Comments to “મહેફિલ : ચિનુ મોદી”

  1. સરસ પસંદગી..એક એકથી ચડિયાતા શેર..!
    શ્રી ચિનુ મોદીને જન્મદિન મુબારક.

  2. chetu says:

    કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
    એ જ ઈચ્છા છે હવે એ પણ ન હો.

    VERY NICE…

  3. કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
    એ જ ઈચ્છા છે હવે એ પણ ન હો.
    બહુજ સરસ શેર વાહ વાહ

  4. sudhir Patel says:

    મુ. શ્રી ચિનુભાઈને જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન!
    પસંદગીનાં શેર માટે આભાર પિંકીબેનનો.
    સુધીર પટેલ.

  5. મજાનું સંકલન… અભિનંદન !

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME