ગાંધીજીને : કૃષ્ણલાલ શ્રીધરાણી
દાહભરી આંખો માતાની,
તેનું તું આંસુ ટપક્યું,
બળી રહ્યું અંતરમાં કિન્તુ,
સૌ પાસે મીઠું મલક્યું.
મૈયાના ઓ ગાંધી વીર !
અર્પું છું હૈયાનાં હીર !
ભારતના દુ:ખે દુભાઈ,
કુદરતની કરુણા ઊતરી;
સંસ્કૄતિ ને સ્વાંત્ર્ય ભરીને,
ભારતને અંગે પમરી.
વંદન ઓ કુદરત સંદેશ !
ધન્ય થયો તું ભારતદેશ !
- કૃષ્ણલાલ શ્રીધરાણી
(૧૨.૯.૧૯૨૭)
ગાંધીજીનો આજે જન્મદિન અને સાહિત્યમાં ‘ગાંધીજીનું પ્રદાન’ વિષે જો સંશોધન કરીએ તો અનેક નવાં દ્વાર ખૂલ્યાં લાગશે. ૧૯૧૫-૨૦ની આસપાસ એક નવો જ પ્રકાર સાહિત્યમાં સ્વતંત્રતા વિષય સિવાય ગાંધીપ્રણાલીપર ખેડાયો. જેનો અવાજ કાવ્ય કે ગઝલમાં પડઘાયો. તો મહાદેવભાઈ દેસાઈની ડાયરીએ પણ સાહિત્યમાં અનોખું પ્રદાન કર્યું જે પણ એક નવો જ પ્રકાર ગુજરાતી સાહિત્ય માટે હતો. અને ‘ગાંધીકથા’ પણ ….હા જેમ રામકથા કે ભગવદ્.ગીતાની કે સત્યનારાયણની કથા હોય છે તેવી જ રીતે નારાયણભાઈ દેસાઈ ‘ગાંધીકથા’ પણ પ્રસ્તુત કરે છે. આ યુગપુરુષે જેટલું મહાન કાર્ય કર્યું છે તેને મૂલવવામાં કદાચ આપણાથી થોડોક અન્યાય થયો હશે પરંતુ આજ દિનપર્યંત કોઈ વ્યકિતની કથા થતી હોય તેવું સાંભળવામાં નથી આવ્યું. સાચે જ, કૃષ્ણલાલ શ્રીધરાણી કહે છે એમ,’ધન્ય થયો તું ભારતદેશ !’ અને તેમણે આ રચના લખી ત્યારે તેમની ઉંમર હતી માત્ર સોળ વર્ષ… !!

ભારતના દુ:ખે દુભાઈ,
કુદરતની કરુણા ઊતરી;
સંસ્કૄતિ ને સ્વાંત્ર્ય ભરીને,
ભારતને અંગે પમરી.
ખૂબ જ સરસ રચના.. ગાંધીજીથી ખરેખર જ ભારતદેશ ધન્ય થયો.. આજનાં દિવસે તેમનાં વિચારોને સમજી શકીએ અને અમલમાં મૂકીએ એજ ઇચ્છા..
om shanti shanti shanti…
પ્રસંગને અનુરુપ સુંદર કાવ્ય
ગાંધીજ્યંતિ મુબારક હો!
સુધીર પટેલ.