જત જણાવાનું તને : રાજેન્દ્ર શુક્લ

 

જત જણાવાનું તને કે ઝળહળું છું,
ખત અધૂરો હોય ત્યાં તો ખુદ મળું છું.

વાક્યના અંતે પહોંચાવું કઠણ છે,
એક અક્ષર આળખું ને લળું છું.

એક ક્ષણના બેય કાંઠે હોઈ શકવું,
એટલે તો એકધારુ ઓગળું છું.

સાંભળે તો તું જ કેવળ સાંભળે અવ,
એટલું ધીમેકથી હું ખળભળું છું.

દૂરતા તો સ્થળનું કેવળ છળ,વટાવી,
જો સુગંધે શ્વાસમાં આવી ભળું છું.

- રાજેન્દ્ર શુક્લ
(૨૯.૧૧.૧૯૭૭)

 

Would like to let you know that I am all effulgence
Even before the letter is complete I find myself in your presence

It’s a Herculean task to reach up to the end of even a single sentence
As soon as I inscribe a single letter,I am overcome by an ecstasy of love,of passion

It’s like being on both the banks of the river of a moment
That’s why I melt melt down in continuous flowing and fusion

If at all anyone can,only you can listen to it now,
So slowly, almost soundlessly, I experience this inner commotion

The distance of space beteen the two is only an illusion
Going beyond,see,I come and merge in your breath as fragrance

- Nayna Jani
(Translator)

 

‘નર્મદ સાહિત્ય સભા’ દર પાંચ વર્ષે ‘નર્મદ ચંદ્રક’ અર્પણ કરે છે. ગુજરાતી ભાષાની ઓજસ્વિતા જેના થકી વધુ દેદિપ્યમાન બની છે તે ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લના પુસ્તક ‘ગઝલસંહિતા’ને વર્ષ ૨૦૦૩-૨૦૦૭નો નર્મદચંદ્રક સુરત ખાતે ૪ ઑકટોબર,૨૦૦૮ના રોજ અર્પણ કરવામાં આવ્યો. ”લો કરું કોશિશ ને ફાવે તો કહું,શબ્દ જો એને સમાવે તો કહું !” (રાજેન્દ્ર શુક્લ)…… બસ આવી જ કંઈ મીઠી મૂંઝવણ તેમના વિશે કહેતાં થાય પરંતુ વૅબમહેફિલ અને તેના સૌ વાચકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન !!

 

 


7 Comments to “જત જણાવાનું તને : રાજેન્દ્ર શુક્લ”

  1. chetu says:

    શ્રી રાજેન્દ્રજીને ખૂબ ખૂબ અભિનંદન ..પીંકી બહેન .. આવી રીતે સરસ માહિતીઓ
    પીરસતા રહેશો..

  2. હવે નર્મદ હોય કે નરસિંહ હોય;
    સ્વયં રાજેંદ્ર હોય એને શું જોય?
    પણ આપણે તો સાધારણ જણ.
    તો કહીએ અભિનંદનાભિનંદનમ!

  3. Dhwani Joshi says:

    Congratulations Rajendra uncle…

    thnx Pinkiben…keep on gvng such grt news… :-)

  4. આદરણીય ઋષિકવિશ્રી,રાજેન્દ્ર શુક્લને નર્મદ ચંદ્રક અર્પણ થયો,એ સમગ્ર ગુર્જરજન અને ગુર્જરકવિતાની અસ્મિતાનું સન્માન છે.
    કવિશ્રીને ઘણીવાર પ્રત્યક્ષ મળવાનું થયું છે અને દરેક વખતે,એ પ્રભાવી ઋષિપ્રત્યેનો અહોભાવ બમણો થતો ગયો છે- એમની વટવૃક્ષસમ શખ્સિયતને નમન.
    અને,નર્મદસભા-સુરતને એમના આ અભિયાન બદલ અભિનંદન…..!

  5. pragnaju says:

    સાંભળે તો તું જ કેવળ સાંભળે અવ,
    એટલું ધીમેકથી હું ખળભળું છું.
    આ આંતર નાદની પંક્તી…
    ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લના પુસ્તક ‘ગઝલસંહિતા’ને વર્ષ ૨૦૦૩-૨૦૦૭નો નર્મદચંદ્રક સુરત ખાતે ૪ ઑકટોબર,૨૦૦૮ના રોજ અર્પણ કરવામાં આવ્યો…
    આટલો મોડો પણ અર્પણ કરવા બદલ નર્મદ સભાને અભિનંદન

  6. sudhir Patel says:

    અભિનંદન, શ્રી રાજેન્દ્ર શુકલને!
    માહિતી માટે આભાર, પીંકીબેનનો.
    સુધીર પટેલ.

  7. નર્મદ ચંદ્રક અર્પણ સમારોહમાં રાજેન્દ્ર શુક્લ બે દિવસ સુરત રહ્યા. એમના સ્વમુખે એમની ઢગલાબંધ કવિતાઓ અને એ કવિતાઓની અંતરંગ વાતો અને ઝીણા ઝીણા પોતની ઝાંખી જે રીતે એમણે કરાવી એ એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME