ઊંચી દીવાલ : લીના ત્રિવેદી

 

આ ઊંચી દીવાલ

આપણે જ ચણાવી

ધન ખર્ચીને.

એની ઉપર અણીયાળા કાચ

આપણે જ નંખાવ્યા

Select કરીને.

તોતિંગ દરવાજાનાં લોખંડી તાળાં

આપણે જ બનાવરાવ્યાં

સ્પેશ્યલ ઑર્ડરથી.

હવે બહાર નથી જઈ શકતા

આપણે જ.

- લીના ત્રિવેદી

 

ચણી દીધી છે આપણે જ આપણી ફરતે અહમની-દંભની-માન્યતાઓની કાલ્પનિક દીવાલો અને જાતે જ થઈ જઈએ છીએ તેમાં કેદ !! ખ્યાલ આવે છે ત્યારે તે દીવાલોની ઊંચાઈઓ એટલી વધી ગઈ હોય છે કે આંબવી ઘણી મુશ્કેલ હોય છે કે પછી આપણી જ  ઊંચાઈ ઓછી પડે છે -દીવાલો તો કાલ્પનિક જ છે ને ?!!

 


6 Comments to “ઊંચી દીવાલ : લીના ત્રિવેદી”

  1. pragnaju says:

    સુંદર અછાંદંસ
    અહમની-દંભની-માન્યતાઓની કાલ્પનિક દીવાલોમા કેદ આપણે સૌને ઢંઢોળતી રચના
    લીનાબેનનો પરિચય કરાવશો?

  2. સુંદર અને વેધક અછાંદસ…

    દીવાલની જોડણી (જેમ હું વરસો સુધી કરતો રહ્યો હતો એમ) ખોટી છે…

  3. neetakotecha says:

    khub j saras vat kahi sachche…

  4. Pinki says:

    પ્રજ્ઞાઆંટી, લીના ત્રિવેદી વ્યવસાયે ડૉકટર અને તેમનો જન્મ ઉછેર અમદાવાદમાં જ થયો છે. પોતે મૃણાલિની સારાભાઈનાં ભરત નાટ્.યમ્ ના વિદ્યાર્થી હતાં પણ ૭ વર્ષની ઉંમરથી જ ડૉકટર બનવાની ઈચ્છા હોવાથી તે જ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. તેમની પાંચ નવલકથા અને એક કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થયો છે. પોતાનો ૨૧ વર્ષનો દીકરો અને પતિને ગુમાવ્યા બાદ શબ્દ સાથે વધુ સંબંધ કેળવ્યો છે.

  5. ર. ટાગોરની રચના યાદ આવી ગઈ.
    છેલ્લી કડીઓ ..
    બનાવવા આ સાંકળ, પ્રગટાવી ભીષણ આગ,
    માર્યા મેં ક્રૂર આઘાત
    એક કર્યા દિવસ રાત
    અંતે જ્યારે કડી બની અતૂટ અને સંપૂર્ણ,
    જકડાયો હું જ તેના બંધને.’

    - શૈલેશ પારેખ

  6. લીનાબેનની જાણ સારુ. મારી બહેન દક્ષા જાની પણ અમદાવાદમાં ડોક્ટર છે. એમને રસ હોય તો ઈમેલ સમ્પર્ક કરાવી આપીશ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME