જડીબુટ્ટી : વિપિન પરીખ

 

રાવણના રાજ્યમાં જીવવાની

મને જડીબુટ્ટી જડી ગઈ છે.

મને રોજ રાતે

રામરાજ્યનાં સ્વપ્નાં આવે છે.

- વિપિન પરીખ

 

દર વર્ષે દશેરા આવે અને સદીઓથી લોકો રાવણદહન કરે અને તોય મરતો નથી ?!!   મારો દીકરો કહે છે મમ્મા એને ટૅન હૅડ છે તો એને માથામાં નહીં પેટમાં તીર મારું તો મરી જશે ?!!   આપણી ‘રાવણ’વૃત્તિઓ પણ દશ માથાળી છે એકનું માથું કાપ્યું ત્યાંતો બીજું …!!   એને પણ પેટમાં (ગર્ભ-મૂળ)માં જ તીર મારવું પડે તો જ તેનો નાશ થશે અને વિપિન પરીખની જેમ આપણને આવતાં રામરાજ્યનાં સ્વપ્નાં પણ કદાચ સાચાં પડશે … જય વિજયાદશમી !

 

 .


3 Comments to “જડીબુટ્ટી : વિપિન પરીખ”

  1. રામ રાજ્યના સપનાં જોઈ જોઈ આપણે સંતોષ લીધા કરવાનો–જાતને છેતરીને..! બાકી અંદરના રાવણને મારવાની વાત જાય ભાડમાં..!! સપનાં સાચા પાડવા માટેની કટીબદ્ધતાનું શું…?

  2. સુંદર પ્રાસંગિક કાવ્ય…

  3. તમારા દીકરાની કોમન સેન્સ માશાલ્લા !! કદાચ એ પેઢી જ કાંઈક કરશે , અથવા પ્રામાણીક બનીને રાવણપુજા કરશે !

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME