Pre-Scription : સુરેશ દલાલ

 

તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?
- તો લખો.

તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે ?
- તો લખો.

તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે ?
- તો લખો.

તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે ?
- તો લખો.

તમને આંખમાં આવેલા વાદળને નહિં વરસાવતાં આવડે છે ?
- તો લખો.

તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે ?
- તો લખો.

તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે ?
- તો લખો.

તમને તમારાથી છૂટાં પડતાં આવડે છે ?
- તો લખો.

તમને કંઈ પણ આવડતું નથી
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે ?
- તો લખો -

- સુરેશ દલાલ

 

સુરેશદાદાના પ્રશ્નો અઘરાં લાગે કદાચ બધું ના પણ આવડે તો કંઈ વાંધો નહીં. સુરેશદાદાએ prescription  છેલ્લી પંકિતમાં આપી દીધું જ છે. અને તે જો શીખી ગયા પછી તો બધું જ આવડી જ જશે, ખરુંને ?   આજે સુરેશદાદાનાં જન્મદિને તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ……

 

 


One Comment to “Pre-Scription : સુરેશ દલાલ”

  1. Niraj says:

    કંઈક અલગ જ prescription.. સરસ..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME