નેનોના ફુટી નીકળેલાં વિરોધીઓને : કૃષ્ણ દવે
નેનો ….નેનો…..નેનો , ઉફ્…!!
ટીવી, ન્યુઝપેપર(પાછું દરેક કોલમમાં), પાનનાં ગલ્લે, શાકભાજીનાં ગલ્લે કે મોર્નિંગ- ઈવનીંગ વૉક કરવા જાઓ કે અનિમેષભાઈના બ્લૉગ પર પણ ?!! બધે બસ નેનો, નેનો અને નેનો…… તો વૅબમહેફિલ પર પણ ??
થયું એવું કે ગઈકાલે આપણા કવિ કૃષ્ણભાઈ દવે સાણંદ રોડ પરથી પસાર થયાં અને યાદ આવી ગઈ નેનો !! પછી તો શું એમણે પણ એક કવિતા ‘નેનો’ પર લખી જ નાંખી. આમ તો રાજકારણ અને મારે બાર ગાઉનું છેટું પણ આ છેલ્લાં અંતરાની વાત મને ગમી ગઈ કે ઘણાં પરિવારો કદાચ નાનકડી ગાડીનુ સપનું જોઈ શકશે જો નેનો માર્કેટમાં આવશે અને મધ્યમવર્ગનું તો આંગણું આ ગાડીથી શોભી જ ઊઠશે. જો કે આજે સાણંદના રાજવી ઠાકોર જયશિવસિંહજી કહે છે એમની જ જમીન ૧૧૦૦ એકર છે તો કદાચ વિરોધ શાંત થઈ પણ જાય કાં તો મમતાવાળી પણ થાય ? જોઈએ… કોને શું પેટમાં દુ:ખે છે ?
જ્યાંને ત્યાં પાડીએ ના ઘાંટા, જ્યાં ને ત્યાં પાડીએ ના ઘાંટા.
મમતાની જેમ ખોટી મમતા ના રાખીએ ને મારગમાં વેરીએ ના કાંટા,
આ તો ગુજરાતની છે જનતા, ને કહી દેશે તમને પણ બાય બાય ટાટા.
જ્યાં ને ત્યાં પાડીએ ના ઘાંટા.
સૂક્કી ભઠ્ ધરતીમાં ચંદન રોપાય એમાં દુખ્યું ક્યાં પેટમાં બોલો ?
આંધળો વિરોધ આમ કરતા રહો છો કદીક અંતરની આંખને તો ખોલો.
કોઈ શું ઉખેડવાના ? સૌના વિકાસના જે હૈયે નંખાઈ ગયા પાટા.
જ્યાં ને ત્યાં પાડીએ ના ઘાંટા.
નાનકડું ઘર હોય,નાનકડું આંગણું ને નાનકડી હોય એમાં નેનો !
નાનકડા માણસનું સપનું ફળે છે એમાં વાંધો છે આપશ્રીને શેનો ?
ખુરશી દેખાતી બંધ થઈ ગઈ છે એમાં શું ફળ બધાં લાગે છે ખાટાં ?
જ્યાં ને ત્યાં પાડીએ ના ઘાંટા.
- કૃષ્ણ દવે
( આ રચનાકાર કે વૅબમહેફિલને રાજકારણ સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી.)

મસ્ત મજાનું ગીત… વાહ દવેસાહેબ…
અને હવે અહીં પણ…. નેનો!
waahh pinkiben…..
haju gai kaale to saambhali ane aaje web par!!!!
kharekhar… hats off to u
and of course…. krushna bhai…?? no words for him….
just … amazing…
majaa avi gai…
વાહ.. ખૂબ સરસ કવિતા.. કૃષ્ણભાઈની હંમેશની જેમ જરા હટકે…
નાનપણમાં આ નયનોએ એક સપનું જોયું’તું
‘મારે આંગણે ગાડાને બદલે એક ગાડી હોય.’
લાખો, ક્રોડ સૂણી નેણોનું સપનું સૂઈ ગયું’તું.
ત્યાં નેનો આવી ને સપનું સાચું પડી રહ્યું’તું.
સપનાં પણ આવી રીતે સાચાં પડતાં હોય તો!
મારા બહુ જ માનીતા કવી. મજા આવી ગઈ.
વાહ કૃષ્ણભાઈ… બહુ મજા આવી ગઈ !
આભાર પિંકી…!!
સરસ ગીત – આમ આદમીની નેનો વિશેની લાગણી સુંદર રીતે વ્યક્ત થઈ છે!
અભિનંદન, બન્નેને.
સુધીર પટેલ.
સુંદર રચના … કૃષ્ણ દવેની રચનાઓમાં હંમેશ કંઈક નવીન હોય છે. દુનિયાની મહારથી કંપનીઓ વરસોથી જે ન કરી શકે તે એક ખમીરવંતા પારસીએ કરી બતાવ્યું એ દરેક ભારતીયે ગૌરવ લેવા જેવી ઘટના ગણાય… અને તે ઈતિહાસ ગુજરાતમાં સર્જાય તો સોનામાં સુગંધ.
થેક યુ પિંકીબેન અને કૃષ્ણ દવે … આમ આદમીના સપનાં કલમની આંખે રજૂ કરવા બદલ.