આદમથી શેખાદમ સુધી : શેખાદમ આબુવાલા
માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી
એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી.
એ જ ધરતી એ જ સાગર એ જ આકાશી કલા
એ જ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી.
રૂપનું રંગીન ગૌરવ પ્રેમનો લાચાર હાલ
એ જ છે(લાગી શરત) આદમથી શેખાદમ સુધી.
મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા
જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી.
ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ
લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી.
બુદ્ધિના દીપકની સામે ઘોર અંધારાં બધે
એક સત બાકી અસત આદમથી શેખાદમ સુધી.
બુદ્ધિ થાકી જાયતો લેવો સહારો પ્રેમનો
સારી છે આ બૂરી લત આદમથી શેખાદમ સુધી.
મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી.
જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તી ને કલા
સૌ રહ્યા છે એક મત આદમથી શેખાદમ સુધી.
કોઈના ખોળે ઢળી કે પોઢી ઠંડક પામવા
માનવી છે યત્નરત આદમથી શેખાદમ સુધી.
રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઊઠ્યું
શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી.
- શેખાદમ આબુવાલા
“હોઉં હું બેલગ્રાદમાં,
બોન કે બગદાદમાં.
મારું દિલ તો હોય છે,
નિત્ય અમદાવાદમાં.”
આ લખનાર ‘અમદાવાદી’ શાયર શેખાદમ આબુવાલાનો આજે જન્મદિન અને જ્યારે પહેલી વાર સમજ પડી કે આને ગઝલ કહેવાય એ મશહૂર ગઝલ તે ‘આદમથી શેખાદમ સુધી’- તો પહેલેથી જ અનેરો અહોભાવ તેમના માટે !! આજે તેમનાં જન્મદિને કે અન્ય કોઈ સાહિત્યકારને તેમના જન્મદિને કે પુણ્યતિથિએ યાદ કરવાનું કારણ બસ એ જ કે પિતૃઋણ,માતૄઋણની જેમ ‘સાહિત્યઋણ’ ઉતારવાનો એક નમ્ર પ્રયાસ…!! આ નખશિખ સુંદર ગઝલમાં સાવ સીધાં સાદા શબ્દોમાં ખૂબ ગહ્ ન વાતો કેટલી સરળતાથી રજૂ કરવામાં આવી છે ?!!

બુદ્ધિ થાકી જાયતો લેવો સહારો પ્રેમનો
સારી છે આ બૂરી લત આદમથી શેખાદમ સુધી.
મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી.
વાહ્
ક્યા મલે કોઇ ને લાઇફ મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપણી અમદાવાદ ની વસ્તી
ਸਾਲਗੀਰਾ ਮੁਬਾਰਕ
મુંબઈમાં સવારે સો રુપિયાની નોટ લઈનેતો નીકળું છું.
સાંજે પાછો ફરું છું ત્યારે ગજવામાં બે રુપિયા હોય છે.
અમદાવાદ સ્ટેશને બે રુપિયા સાથે ટ્રેનમાંથી ઊતરું છું.
બે દિવસ બાદ પાછો ફરું તોયે બે રુપિયા જ હોય છે.
‘હોય બેલગ્રાદ કે બગદાદ
અમદાવાદ તે અમદાવાદ.’
આ ગઝલ સાથે ઘણાંની ગઝલ વિષેની સમજ જોડાયેલી હશે…!
પણ,પિન્કિબેન!
આદમથી શેખાદમસુધીની વાત આજ એથી પણ ક્યાંય આગળસુધી વિસ્તરી ગઈ હોય એવું નથી લાગતું ?
જિંદગીની માવજત કરતાં-કરતાં……!
સુંદર અને આદમથી શેખાદમ સુધીની સળંગ અભિવ્યક્તિના ધનિ શાયરને-વંદન.
યાદ આવી ગયો ૧૯૭૮ થી ૧૯૮૫ દરમ્યાન અમરેલીમાં વીતાવેલ સમય અને તે દરમ્યાન ત્યાં એક
મુશાયરામાં આ મહાન શાયર તથા બીજા દિગ્ગજ શાયર શ્રી રમેશ પારેખ સાથે બેસીને ગઝલ રજૂ કરવાની અને સાંભળવાની માણેલી ઉમદા તક!
તેમની પુણ્ય તિથિએ સાહિત્ય ઋણ અદા કરવાનો પીંકીબેનનો પ્રયાસ સરાહનીય અને અભિનંદનને પાત્ર છે!
સુધીર પટેલ.
સદાબહાર રચના…