આત્મ-પરિચય : જ્યોતીન્દ્ર દવે

જ્યોતીન્દ્ર દવે – ગુજરાતી સાહિત્યના હાસ્યકારનો આજે જન્મદિન ! તેમણે ગઝલ,કવિતા ક્ષેત્રે પણ સર્જન કરેલું ,આજે માણીશું એક રચના તેમની પોતાની હાસ્યશૈલીમાં. હાસ્યકાર કાવ્ય રચે તો હાસ્યશૈલીમાં જ એવું નથી તેમણે ગંભીર વિષયો પર પણ ગઝલ લખી છે પણ તે ફરી ક્યારેક. ‘આત્મપરિચય’ કાવ્યમાંથી થોડાંક અંશો….

સાહિત્ય સંગીત કલા વિશે મેં
ધરી રુચિ,કિન્તુ ન સિદ્ધિ આવી.
ગાઉં ન હું,કારણ માત્ર તેનું,
આવે દયા કૈં સુણનાર કાનની.

કર્યું હતું એક જ વેળ જીવને,
અપૂર્વ મેં નૃત્ય વિના પ્રયાસે.
હું એકદા માર્ય પરે નિરાંતે,
ઉઘાડપાદે ફરતો હતો ત્યાં
અર્ધી બળેલી બીડી કોક મૂર્ખે
ફેંકી હતી તે પર પાદ મૂક્યો.
અને પછી નૃત્ય કરી ઊઠ્યો જે,
તેવું હજી નૃત્ય કર્યું ન કોઈએ !

સાહિત્યની કંટકવાડ ભેદવા
કરે ગ્રહી કાતર કાવ્ય કેરી,
પાડી છીંડું નાનકું એક ત્યાં હું,
ખૂણે ઊભો; કાતર ફેંકી દીધી!

(ઉપજાતિ)

- જ્યોતીન્દ્ર દવે

 

સર્વ કળાઓમાં તેમને રસ…. અને નૃત્ય પણ કરી જાણે અર્ધી બળેલી બીડી ભલે નિમિત્ત બને તે વાત અલગ !! અને સાહિત્યની વાડ ભેદવા કાવ્યની કાતર લીધી પણ આખરે તેમની કલમને હાસ્યરસમાં ડૂબાડીને જે ગુજરાતી સાહિત્યને પીરસ્યું તેને સાહિત્યરસિકો જ નહીં આમ જનતા પણ સદૈવ યાદ રાખશે.

 

 


One Comment to “આત્મ-પરિચય : જ્યોતીન્દ્ર દવે”

  1. happy to see jyotindrabhai’s ‘atma-parichay’ here. I’m doing ‘part time research’ on him since few years and have gathered enormous material en route.
    best wishes for your efforts of blogging in gujarati.
    urvish kothari

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME