ગઝલ : ભાવેશ ભટ્ટ ‘મન’
જિંદગીનું કોઈ સંપાદન કરે,
મોતને પ્રસ્તાવના લખવી પડે!
એકલો ચોક્કસ નથી હું,કોઈ છે,
રોજ સાથે કોણ આવે છે બધે?
આંખમાં રહી આંખ જેવી થઈ ગઈ,
આ તરસનું નામ બદલું છું હવે.
અર્થની થોડી ઘણી લાશો સિવાય,
મૌનના દરિયા કિનારે શું મળે?
હું કહું છું કે આ સમય એ કોણ છે?
ચોર છે તો કોઈને ચોરી શકે!
જાદુની કોઈ જ છડી પાસે ન હોય,
જો મળે એવી પરી,ક્યાંથી ગમે?
- ભાવેશ ભટ્ટ ‘મન’
મત્લાનો શેર આખીય જિંદગીનો સાર બે જ લીટીમાં કહી દે છે. અને જિંદગીનું સંપાદન કરવાની વાત જ – જો કે આપણે તો રોજ જ કરતાં હોઈએ પણ જો ખરેખર ખુદા જ સંપાદન કરે તો ? જન્મ તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે ભલે બીજું બધું જ અનિશ્ચિત !અને આથી જ તે કહે છે પ્રસ્તાવના તો મોતને જ લખવી પડે. આંખની તરસ આંખ જેવી થઈ આંસુ બને છે તેથી જ તરસનું નામ તેણે બદલી નાંખ્યું ! મૌન પણ બોલકું હોય છે જ્યાં ન બોલાયેલાં શબ્દનો અર્થ આપણે આપણી જાતે શોધવો પડે અને અંતે તમામ અર્થની લાશો જ કારણ મૌન ઉકેલી નથી શકાતું અને આપણે જ નિઃશબ્દ બનવું પડે છે.
“કોઈ પ્રકરણ ક્યાંક સારું આવશે,
એક પાનું ફેરવી જો તો ખરો.” – ભાવેશનો જ શેર . બસ આ એક પાનાની આશાએ જિંદગી નામનું આખું પુસ્તક વાંચી નાંખવું પડે અને અંતે ખબર પડે કે મોતે જ પ્રસ્તાવના લખેલી હોય છે.

સરસ ગઝલ અને એટલો જ સુંદર આસ્વાદ!
અભિનંદન, બન્નેને!
સુધીર પટેલ.
સાચે જ મત્લાનો શેર સરસ થયો છે.
જિંદગીનું કોઈ સંપાદન કરે,
મોતને પ્રસ્તાવના લખવી પડે!
વાહ
અને તેનું રસદર્શન ન હોત તો કેટલુંક ઓછું સમજાયું હોત્
યાદ આવી
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
આકર્ષણોનું એની ઉપર … સુખ છે પ્રસ્તાવના
મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.
… યુદ્ધની ભાષા મળી પ્રસ્તાવમાં
જીવન જીવતા મને તો સૌ મળ્યુ,
મોત મળતા નારહેશે સ્વાસ,
જિંદગીનું કોઈ સંપાદન કરે,
મોતને પ્રસ્તાવના લખવી પડે!
આ શેર ખૂબ ગમ્યો .
સુંદર ગઝલ !
yes.. first sher really very nice…touchy..
nice selection…
vaah ! Antim sher to khub Gamyo.
જિંદગીનું કોઈ સંપાદન કરે,
મોતને પ્રસ્તાવના લખવી પડે!
સુંદર સુંદર સુંદર સુંદર સુંદર સુંદર
સુંદર સુંદર સુંદર સુંદર સુંદર
વાહ વાહ