પ્રિયકાંત મણિયાર

 

એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે
વાર વાર વેચે છે.

એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે.
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે.

એ લોકો પહેલાં ઔષધની શીશીઓ સંઘરી રાખે છે
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે
થોડી થોડી રેડે છે.

તે તે લોકો છે જ નહિ.
એ તો છે નોટોને ખાઈ ઊછરતી ઊધઈ
બીજું એને ભાવતું નથી.

મારે કવિ થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ !

- પ્રિયકાંત મણિયાર

 

મંદી અને ફુગાવાની જોરદાર લપડાક વિશ્વબજારને પડી છે તેનું કારણ આ જ તો નથીને ? કર્મકી ગતિ ન્યારી ! દિવાળીના ભરપૂર શૉપિંગમાં જો કે તકલીફ બે રુપિયાની સાકર લેનારને જ પડી હશે. આ તે કેવું કવિ ‘કવિ’ મટી બસ એક માણસ બની ગયો ?!!

 

 


3 Comments to “પ્રિયકાંત મણિયાર”

  1. pragnaju says:

    મારે કવિ થવું જ નથી,
    ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ !
    ધબકાર ચૂકી જવાય તેવી અભિવ્યક્તી
    સદાની જેમ સચોટ રસદર્શન
    સામાન્ય રીતે પહેલા મેન્યુઅલ ટેસ્ટ કરી કોમ્પ્યુટરનો ટેસ્ટ ચોક્કસ કરવાનો હોય છે પણ કેટલાક કો.ટેસ્ટ કરી બીજામા પરિણામ લખી દે તેવું કોકવાર કરુ છુ !
    પહેલા તમારુ રસદર્શન વાંચી સંમ્મત થઈ જાઉ છુ!

  2. Pinki says:

    આભાર આંટી,જો કે રસદર્શન કે આસ્વાદ નહીં પણ રચના વાંચી,
    મારા મનની પ્રતિક્રિયાને શબ્દોમાં રજૂ કરવાનો પ્રયત્ન કરું છું.

  3. Chirag Patel says:

    મુળ કારણ – લોભ છે! હું બીજા કરતાં પાછો ના પડી જાઉં… આત્મદર્શન માટે મને કોઈ ચીંતા નથી.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME