ગઝલ : ‘તખ્ત’ સોલંકી

 

મોતને અવકાશ છે,
એટલે તો હાશ છે.

ચાલવું છે ત્યાં લગી,
જ્યાં લગી આકાશ છે.

પ્રેમ તો સૌને કર્યો,
એક જણ બસ ખાસ છે.

આપણે મળતા હતા,
ત્યાં હવે બસ ઘાસ છે.

તું રડી’તી તે ખભે,
લાગણીની લાશ છે.

આ હયાતી શું બીજું?
‘હોવું’નો આભાસ છે.

લે હરાવી જો મને,
‘તખ્ત’ છે ને તાસ છે.

- ‘તખ્ત’ સોલંકી

સીધી સરળ બાનીમાં સીધી સરળ વાતો, ન કોઈ વ્યંજના કે ન ઉપદેશ !! બસ જાત સાથે સંવાદ.

 

 

 


2 Comments to “ગઝલ : ‘તખ્ત’ સોલંકી”

  1. pragnaju says:

    આપણે મળતા હતા,
    ત્યાં હવે બસ ઘાસ છે.

    તું રડી’તી તે ખભે,
    લાગણીની લાશ છે.
    શીધી અને સચોટ વાત
    હતી ચોતરફ બસ, સફેદી-સફેદી…
    અહીં ગોઠવી’તી મેં મારી જ લાશો.

  2. sudhir patel says:

    વાહ! સરસ ગઝલ.
    અભિનંદન, ‘તખ્ત’ને!
    સુધીર પટેલ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME