દરિયો ભલેને માને : ધ્વનિલ પારેખ

 

 

                                  (દરિયો ભલેને માને…. ધ્વનિલ પારેખ)                                     

મિત્રો, સુરતના નવોદિત ગઝલકારોમાં ધ્વનિલ પારેખ એક અનેરી, આગવી પ્રતિભા ધરાવે છે. તેમના રક્તમાં જ સાહિત્યની સરવાણી વહે છે, તેઓ સુરતનાં નામાંકિત ગઝલકાર રવીન્દ્ર પારેખનાં સુપુત્ર છે. આજે સવારે ૧૦.૩૦ વાગે તેમનાં ગઝલસંગ્રહ ‘દરિયો ભલેને માને….’ નું વિમોચન કરવામાં આવશે, જેને સાહિત્ય સંગમ, સુરત દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. ધ્વનિલભાઈને વૅબમહેફિલ અને તેના સૌ વાચકો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તેમનાં પુસ્તકનું શીર્ષક જે શેર પરથી રાખવામાં આવ્યું છે તે ગઝલ આપ સૌ વાચકો માટે……!!

 

આઠે પ્રહર સમયના અહીં તો પ્રહાર છે,
નાજુક છે એ કદી તો કદી ધારદાર છે.

દરિયો ભલેને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.

સુખમાં છે અંધકાર ને દુઃખમાં સવાર છે,
તું જે રમી રહ્યો છે બધાં આ પ્રકાર છે.

આ પ્રેમ દોસ્ત! મેઘધનુષની કિનાર છે,
ચાલી શકે તો ચાલ ફક્ત એકવાર છે.

દર્શન થયા ઘડી બે ઘડી તોય સાર છે,
ઈશ્વર વિશે બધાંનો જ સારો વિચાર છે.

- ધ્વનિલ પારેખ

 

 


the attachments to this post:

scan-dhwanil
scan-dhwanil


8 Comments to “દરિયો ભલેને માને : ધ્વનિલ પારેખ”

  1. ધ્વનિલભાઈને અભિનંદન !

  2. વાહ!
    દરિયો ભલેને માને કે પાણી અપાર છે,
    એને ખબર નથી કે નદીનું ઉધાર છે.

    આ એક જ શૅર એકે હજારા જેવો છે…..!-બહુ જ ગમ્યું…..
    મોરના ઈંડા ચીતરવા ન પડે એ આનું નામ…..

  3. sudhir patel says:

    સુંદર ગઝલ!
    સંગ્રહના વિમોચન પ્રસંગે દિલી અભિનંદન અને શુભેચ્છાઓ!
    દિવાળી અને નવા વર્ષના સૌને અભિનંદન!
    સુધીર પટેલ.

  4. સુંદર શેર.. સુંદર ગઝલ…!

    ધ્વનિતભાઈને હાર્દિક અભિનંદન !

    દિવાળીની શુભેચ્છાઓ સહ…!!

  5. pragnaju says:

    દરિયો ભલેને માને કે પાણી અપાર છે,
    એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
    વાહ
    સંગ્રહના વિમોચન પ્રસંગે
    અભિનંદન
    ——————–
    શુભ દીવાળી
    અને
    નૂતનવર્ષાભિનંદન
    નવું વર્ષ આપ
    સૌને સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃધ્ધિ સભર
    નીવડો એવી
    પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના

  6. Dhwani Joshi says:

    nice gazal… ek ek sher sa-ras.

  7. [...] થોડા દિવસ પહેલાં જ આપણે ધ્વનિલ પારેખના પુસ્તક ‘દરિયો ભલેને માને…’ના [...]

  8. harshad brahmbhatt says:

    નિએસ્

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME