કોડિયું : દિનેશ શાહ

 

મિત્રો, દિપાવલીના શુભ પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. હમણાં જ સાહિત્ય પરિષદનાં આંગણે બે વિજ્ઞાની એટલે ના, વિજ્ઞાન મેળો ન હતો. પણ શૈલેષભાઈએ સુંદર આયોજન કરી દિનેશ અંકલ અને હિમાંશુભાઈના કાવ્યપઠનનો કાર્યક્રમ રાખેલો. બન્ને આદરણીય અમેરિકાથી આવેલા અને તેમને સાથે માણવાનું શક્ય બન્યું હતું. દિવાળીમાં આંગણે દીવડા તો પ્રગટાવીએ જ. પણ આજે વાત કરવી છે માનવદીપની … અને આમ પણ દીવો એ તો આત્માનું પ્રતિક છે અને તેને પ્રગટાવી અંતરને ઉજાગર કરવાનો હોય. દિનેશઅંકલે રજૂ કરેલું ‘કોડિયું’ ગીત …

( દિનેશ ઑ. શાહ )

ભીની રે માટી ચડાવી ચાકડે, મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લૈ દોરી મુજને કાપ્યો રે…
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!  
 
સીતાજીની સમ આગમાં મુકી, અંગારે ખૂબ તપાવ્યો રે
પાવન થઇ બહાર નીકળ્યો, કો’કે કોડિયું કહી અપનાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
 
કો’કે મૂકી એક વાટ લાંબી, કો’કે તેલ ભરી છલકાવ્યો રે
કો’ક રુપાળા હાથે મુજને, ઊંચે ગોખ ચઢાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
 
સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કો’કે મુને પ્રગટાવ્યો રે
દૂર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાળ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
 
તેલ ખૂટ્યું ને વાટ ખૂટી, મારા સપનાનો અંત ન આવ્યો રે
લાખ દીવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
- દિનેશ શાહ
 
મનુષ્ય સફળતાને આંબે છે ત્યારે તે સીધો જ ટોચ પર નથી પહોંચતો પણ તેને પણ ચાકડે ચઢવું પડે છે અને કોઈ ને કોઈ નિમિત્ત બનતું હોય છે તેનો ઉપકાર ભૂલ્યા વિના બસ શિખરે હોવા છતાં એક ગોખ ઉજાળવાનો સંતોષ રાખે છે અને ત્યારે જ આ આતમદીપ પ્રગટે છે જેની જ્યોતથી બીજી જ્યોત પ્રગટાવી એક ઓર ગોખ ઉજાળે છે. ગૂગલ સર્ચ પર Dinesh O. Shah સર્ચ કરી જોશો તો આ માનવદીપનો પ્રકાશ પામી શકાશે .
દિનેશ ઓ શાહ ……

the attachments to this post:

dinesh-shah
dinesh-shah

kodiyu
kodiyu


5 Comments to “કોડિયું : દિનેશ શાહ”

  1. pragnaju says:

    તેલ ખુટ્યું ને વાટ ખુંટી, મારા સપનાનો અંત ન આવ્યો રે
    લાખ દિવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે
    મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
    - દિનેશ શાહની સુંદર રચના
    દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ
    આ જે સં ત વા ણી
    તમારો સહવાસ પામી, તમારો રસ મેળવી,
    પ્રેરણા ઝીલી તમારી, ચિત્તને નિત કેળવી;
    ગણાતી’તી જે અસાર વળી વિષ સમી તે બધી,
    જિંદગી ઉત્સવ સમી, મારે ખરેખર છે થઇ.
    *http://niravrave.wordpress.com/

  2. દિવાળીનાં આ શુભ પર્વે ખૂબ જ સ્નેહ પૂર્વક શુભેચ્છાઓ. નૂતન વર્ષાભિનંદન.

  3. Awonderful Rachana..Bahu ja Gami. & Iam taking the opportunity ti wish you HAPPY DIWALI & HAPPY NEW YEAR …And, inviting you to visit my Blog CHANDRAPUKAR & view the Posts on Diwali/ New year…THANKS !
    http://www.chandrapukar.wordpress.com See you there !

  4. દિવસ-રાતના ચાકડે ઘૂમતા રહ્યા અને ખબર પણ ના પડી.
    વાહ રે પ્રભુ,તારી લીલા!મુને ચાકડે રાત-દિન ઘુમાવ્યો રે!
    દિનેશભાઈ,ખૂબ સરસ રચના થઈ છે.
    મજામાં હશો.

  5. nilam doshi says:

    sundar rachana….liked it very much…

    happy new year to all of u..pinki…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME