ગુલોગુલ અલગ છે : હિમાંશુ ભટ્ટ
( હિમાંશુ ભટ્ટ અમદાવાદમાં….. )
લહરના લહરના પ્રવાહો અલગ છે, પીગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે
ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે
ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે
સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે
જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
કદી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે
- હિમાંશુ ભટ્ટ
હિમાંશુભાઈ આમ તો IBMમાં પ્રોગામીંગ ડિરેક્ટર છે પણ જીંદગીની સાચી ડિરેક્શન શોધવામાં પાછી પાની નથી કરી. ઈશ્વરને વેદમાં, પિંડમાં ને બ્રહ્મમાં એ પણ શોધી જ રહ્યાં છે અને માનવસહજ કૌતુક પણ હોય જ. અને આથી જ વિધિનાં દરેક તમાશાને સ્વીકારી એક અલગ જ મિજાજની ગઝલ તેમણે રજૂ કરી હતી, જે શ્રોતાગણે પણ ખૂબ માણી હતી. દિનેશ અંકલ અને હિમાંશુભાઈનો આભાર અને આપ સૌને પણ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ………..
the attachments to this post:






ખૂબ સુંદર રચના અને તેવું જ રસ દર્શન
દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ
આ જે સં ત વા ણી
તમારો સહવાસ પામી, તમારો રસ મેળવી,
પ્રેરણા ઝીલી તમારી, ચિત્તને નિત કેળવી;
ગણાતી’તી જે અસાર વળી વિષ સમી તે બધી,
જિંદગી ઉત્સવ સમી, મારે ખરેખર છે થઇ.
*http://niravrave.wordpress.com/
સરસ ગઝલ. અભિનંદન, હિમાંશુભાઈને!
પીંકીબેન તથા સૌ ભાવકમિત્રો ને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન!
સુધીર પટેલ.
તમારો ફોટો અહીં જોઈ આનંદ થયો.