ગઝલ : મનહર મોદી
ટુકડે ટુકડે આખો છું હું,
છેક સુધી લંબાયો છું હું.
ખુલ્લી બારી ઘર મારું છે,
મોટોમસ દરવાજો છું હું.
આપું સઘળું તોય ખૂટે ના,
મનગમતી વધ-વાળો છું હું.
અડધાં પગલાં અડધી શેરી,
ઢૂંઢ ઢૂંઢ કર લાયો છું હું.
બાદ કરું છું એમ વધે છે,
ખોટો પણ સરવાળો છું હું.
- મનહર મોદી
ટુકડે ટુકડા થઈ, આખા થવાની વાત જ કેવી ચોટદાર છે. મનની બારી જ નથી ખોલી શકાતી તો આ તો મોટોમસ દરવાજો …!! તેમની એક ઓર ચોટદાર ગઝલ !!

બાદ કરું છું એમ વધે છે,
ખોટો પણ સરવાળો છું હું.
વાહ્
યાદ આવી
દીલો જોડવાની શરત મારીએ ત્યાં
ફરીવાર અટકળ બની જાઉં છું હું.
બાદ કરું છું એમ વધે છે,
ખોટો પણ સરવાળો છું હું.
સરસ…સરવાળો હોવો જોઇએ..ખોટો કે સાચોઇ એ બાદનો પ્રશ્ન છે. બાદબાકી નથી એ પણ કયારેક પૂરતું બની રહે છે.