ઍશ ટ્રે : મંગલ રાઠોડ

તેં

ભેટ આપેલી

કિંમતી

ઍશ ટ્રેમાં

હું

ખરતો જાઉં છું

રાખ બનીને…

- મંગલ રાઠોડ

સામાન્ય રીતે તો કોઈ ભેટ આપે,ને ગમતી કે કિંમતી ભેટ આપે તો બહુ જ ગમે…  પણ ભેટની અગત્યતા શું ?  જો ભેટ આપનાર દિલ ન આપી શકે અથવા તો ભેટદાતા દૂર ચાલ્યો જાય…  દિલથી , સ્થળથી અથવા તો પૃથ્વી પરથી જ.  અને  ત્યારે એ જ ભેટ તેની સતત યાદમાં સતત જલતો રાખી રાખ કરી નાંખે આપણને અને ત્યારે સમજાય છે એ કિંમતી ભેટની કિંમત – જે મનુષ્યની લાગણી કે પ્રેમ કરતાં વધુ નથી જ હોતી.


4 Comments to “ઍશ ટ્રે : મંગલ રાઠોડ”

  1. pragnaju says:

    હું

    ખરતો જાઉં છું

    રાખ બનીને…
    સુંદર
    યાદ આવી
    રંગબેરંગી જીવનના રંગ છે,
    જાઉં છું ખીલવા ને ખરતો જાઉં છું.
    પાનખરમાં ખરતું પાન છું હું ?
    કે પછી નિશાન ચુકેલું બાણ છું હું?
    રેત છું પણ શીશીમાં ખરતો નથી, …
    ગમે ત્યારે ફાટી જાઉં એ જવાળામુખી છું હું.
    પછી રસદર્શન વાંચ્યું તો લાગ્યું કે મુખ્ય વાત તો ચૂકી જવાઈ!

  2. Jina says:

    ખૂબ સરસ અભિવ્યક્તિ…

  3. nilam doshi says:

    સરસ અછાંદસ…રચના..

  4. Bharat vinzuda says:

    Saras achhandas rachana.
    kavi shri mangal rathod surat na bhagavatikumar
    sharma pachhi na aapna pramukh kavi.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME