પતંગિયું : કૃષ્ણ દવે

( મારું પતંગિયું…… !! )

 

પતંગિયું કહે મમ્મી,મમ્મી, ઝટ પાંખો પ્હેરાવ,
ઊઘડી ગઈ છે સ્કૂલ અમારી, ઝટ હું ભણવા જાઉં.

બીજાં કરતાં જરાક જુદી છે આ મારી સ્કૂલ,
જેના પર બેસી ભણીએ તે બૅંચ નથી છે ફૂલ;
લીલી છમ્મ પાંદડીઓ કહે છે જલ્દી જલ્દી આવ. -પતંગિયું.

પહેલાં પિરિયડમાં તો અમને મસ્તી ખૂબ પડે છે,
ઝાકળનાં ટીપાંઓ જ્યારે દડ દડ દડ દદડે છે;
કિરણો સાથે રમીએ છીએ પકડાપકડી દાવ. – પતંગિયું.

લેસનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ,
બધાં જ દફતર ખૂલે ત્યાં તો નીકળે એક ઉમંગ;
મધમાખી મૅડમ કહે ચાલો મીઠું મીઠું ગાવ. – પતંગિયું.

- કૃષ્ણ દવે

દિવાળી વેકેશન લગભગ પૂરું થઈ ગયું છે અથવા તો આજ-કાલમાં વેકેશન ખૂલી જશે અને ત્યારે આજે બાળદિન નિમિત્તે ભૂલકાંઓને પણ સ્કૂલ જવાનું મન થઈ જાય એવું ગીત- જો આવી સ્કૂલ હોય તો ?!! કૃષ્ણભાઈએ પહેલાં તો ફૂલોને યુનિફોર્મમાં આવવા ઈજન આપી બાળપુષ્પોને ખુશ કરી દીધેલાં તો આજે પતંગિયાંને !! આપણાં બાળકો પણ આમ જ ખુશ થતાં થતાં સ્કૂલ જવાં તૈયાર થાય તો ? જેવાં દફતર ખૂલેને ઉમંગ નીકળે અને એમને પણ પહેલાં જ પિરિયડથી ખૂબ મસ્તી પડે તેવી શિક્ષણપ્રથા અમલી બને કે જેથી લૅસનમાં ડાયરેક્ટ જ્ઞાનની સુગંધ પામી શકે. અને હા, મધમાખી મૅડમની જેમ શિક્ષક પોતે જ આદર્શ બને અને પ્રેરણા પામી તેઓ પણ મીઠું મીઠું ગાય ?!! નહેરુચાચાનાં જન્મદિને આજથી જ મારા દિકરાની સ્કૂલ શરૂ થઈ. કહેવાની જરૂર છે કે મારું પતંગિયું જરા પણ તૈયાર ન’તું અને આજે રજા જ પાડી છે !! આજે બાળદિન નિમિત્તે બાળક બની થોડીક મજા લૂંટી જ લેજો લાફિંગ ક્લબમાં રજા પાડીને પણ કારણ એનાં જેવો નિર્દોષ આનંદ ત્યાં પણ નહિં આવે અને હાઆઆ……… આજે એક બીજાં પતંગિયા સ્વયંનો જન્મદિન પણ છે તેને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!

 

 


the attachments to this post:

butterfly
butterfly


10 Comments to “પતંગિયું : કૃષ્ણ દવે”

  1. Niraj says:

    ખૂબ મઝાનું બાળગીત.. લયમાં ગાઇ પણ શકાયું…

  2. Dhwani Joshi says:

    vaah vaah… school days yaad aavi gaya…

  3. sudhir Patel says:

    સુંદર બાળગીત! મજા આવી.
    ભૂલકાઓને જન્મ-દિન ખૂબ ખૂબ મુબારક હો!
    સુધીર પટેલ.

  4. pragnaju says:

    મધુરું મધુરું ગીત
    ાને વ્હાલું વ્હાલું પતંગીયું

  5. Pravin Shah says:

    ઊઘડી ગઈ છે સ્કૂલ અમારી, ઝટ હું ભણવા જાઉં.
    બાળકોએ માણવા જેવું સુંદર ગીત !
    જન્મદિવસની વધાઇ !

  6. મજાનું ગીત. કૃષ્ણ દવેના બાળગીતો મારા સ્વયમ્ ને પણ બહુ ગમે છે… એના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા બદલ આભાર…

  7. Bina says:

    ખૂબ મઝાનું બાળગીત… મજા આવી. બિના
    http://binatrivedi.wordpress.com/
    Please visit : http://www.vrindians.com

  8. Darshana Purohit says:

    very good song

    My students have performed in there music progrram everybody liked it very much

    Thanks

  9. amirali khimani. says:

    સરશ કાવ્ય આને ાર્દેશર ખબરદાર ના ક્વ્ય પતન્ગયુ ફુલદેફુલ્દે ફરૈ સાથે સખવિજુઓ બહુ મ્જા અવ્શે કવિનિ વિચર્ધારા સરખિજ લાગેચે . ફુલ અને પ્તગ્યુ સાથેજ શોભે કુદરત નિ આ અદ્ ભુત રચ્નાનો કોઇ જોઅતો મલ્શે ન્હિ. કવિનિ ક્લ્પ્ના કેઅત્લિ સરલ અન્ને દિલ્મા ઉત્રિ જાય ચે.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME