સાગર અને શશી : કાન્ત

 

 આજ,મહારાજ ! જલ ઉપર ઉદય જોઇને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે,

સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહિ ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહિ સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

 

કાન્તનાં જન્મદિને તેમની ખૂબ જ પ્રિય રચના. જેને આપણે સૌએ ગોખીને યાદ કરેલી અને હજુ પણ યાદ રહી ગયેલી…. !!

 

 


2 Comments to “સાગર અને શશી : કાન્ત”

  1. આ રચના અને એની પાછળનો ઈતિહાસ પણ મજાનો છે…

  2. pragnaju says:

    તેમના જન્મને ૧૦૦ વર્ષ થયા!
    કુદરતને ખોળે યુવાનીના શ્રેષ્ઠ વર્ષો સાથે ગાળ્યા,
    શૈલશિખરોના નવા પડકારોને ઉગતા જોયા.
    સૌંદર્યોને પ્રતિબિંબવા જે સર્જનો કર્યા તેમાનું આ
    ચંદા! કહે ! તે એ જુએ છે કે ?
    તેમાં પણ
    ‘સખી ! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
    સ્મરંતાં ના શકું સૂઈ ! કહે, સાથી સુએ છે કે ?’
    જાણે મેઘદૂતનો યક્ષ કહેતો હોય!
    कस्चित भर्त्या स्मरसि रसिके त्वं ही तस्या प्रियेती?
    ‘કામિની કોકિલા, કેલિ કૂજન કરે,
    સાગરે ભાસતી ભવ્ય ભરતી.”
    તેમની આ પંક્તિપર મારા પતિ ગંમ્મત કરતા
    પંખીમાં નર કૂજન કરે!
    કે આને ગોપી ગીત કહેવું?
    ‘શરદુદાશયે સાધુજાતસ ત્સરસિજોદરશ્રીમુષા દૃશા
    સુરતનાથ તેડજશુલ્કદાસિકા વરદ વિઘ્નતો નેહ કિં વધઃ’
    કાન્ત એટલે- આપણા ગુજરાતી મીસીસ બ્રાઉનિંગ !
    If thou must love me, let it be for nought
    Except for love’s sake only. Do not say
    સખે! મારી સાથે પ્રણય કરવો, તો પ્રણયના
    વિના બીજા માટે નહિં જ નહિં આવું મન કહી:
    અને છેવટનો શિરમુકુટ
    ‘સલૂણી સુંદરી ચંદા ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
    હૃદયનાં ધોઉં છું પડ હું ! કહે, તે એ ધુએ છે કે ?
    -પ્રતિભાવ લખવાની પંક્તી નથી-અનુભવવાની છે!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME