મર્મવેધ : પંકજ ત્રિવેદી
ફૂલછાબમાં પંકજભાઈની કોલમમાં આવતા લેખોમાંથી ચૂંટેલા લેખોને પુસ્તકરૂપે હર્ષ પ્રકાશને રજૂ કરી પંકજભાઈને નવા વર્ષનું નજરાણું આપ્યું અને આપણને સૌને પણ….. !! આજે સાંજે ૮.૦૦ વાગે, રોટરી હોલ, સુરેન્દ્રનગર ખાતે પુસ્તકપ્રાગટ્યપર્વની ઉજવણી થશે. જેનું સંચાલન કરશે હરદ્વાર ગોસ્વામી અને વિમોચન કરશે શ્રી મનોહર ત્રિવેદી. આ ઉપરાંત શામ-એ-ગઝલ મુશાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેશે સર્વે શ્રી મનોહર ત્રિવેદી, કૃષ્ણ દવે અને હરદ્વાર ગોસ્વામી. પંકજભાઈની કલમ ગુજરાતી ભાષા પૂરતી સીમિત નથી તેમણે હિન્દીમાં પણ એક લઘુનવલ અને અનુવાદ પણ કરેલ છે. પંકજભાઈને પુસ્તકવિમોચન પર્વે ખૂબ ખૂબ અભિનંદન અને તેમની કલમની શાહીનું એક ટીપું ….. !!
મારી પાસે હજી પ્રકૃતિની મૂડી અકબંધ છે.
મારી નવ વરસની દીકરીના વાળ ઓળીને, એમાં આંગણામાં ઊગેલું ગુલાબનું ફૂલ શોભાવી શકું છું. એનો હસતો ચહેરો મને દાદીમાની યાદ અપાવે છે. ક્યારેક વાળ ઓળતાં એકાદ લટ સરી પડે ત્યારે દીકરી મીઠો છણકો કરે : ‘ શું તમેય પપ્પા…!! લાવો હું જાતે જ ઓળી લઉં…..’ ત્યારે આંખના ખૂણાની ભીનાશમાંથી એને જોઉં, કદાચ મારી દીકરી મોટી થઈ ગઈ છે….! એ મને છોડીને જતી રહેશે એવા ડરથી આંખની ઝાંખપ વચ્ચે એને જોઈને કહું : ” હવે લટ નહીં નીકળે દીકરી, ધ્યાન રાખીશ….” આટલું કહીને એને મારી સાથે જમાડી, શાળાએ મૂકવા જવાનો સમય મેં હજી બચાવી રાખ્યો છે. મારી દીકરી મારું આ…કા….શ છે.
હા, હું પણ માણસ છું. મહોરાં તો આ પડ્યાં મારી સામે ઢગલાબંધ….!! પરંતુ એક પણ મહોરું અનુકૂળ નથી થતું મને. કારણકે મારી પાસે ખેતર છે, ગુલાબ છે, ચાંદો અને સૂરજ છે, આકાશ છે અને વાદળોનો ઢગ છે.
- પંકજ ત્રિવેદી
શું મનુષ્ય પ્રકૃતિથી દૂર થતો ગયો એમ પોતાનાથી દૂર થતો ગયો છે ? પંકજભાઈ કહે છે એમ કોઈ મ્હોરું પછી માણસને અનુકૂળ નથી આવતું જ્યારે તે પ્રકૃતિના સાંનિધ્યમાં હોય છે કારણકે ત્યારે જ તેને પોતાની સાચી ઓળખ થાય છે. જે નિષ્કપટ કે નિષ્કલંક જ હોઈ શકે. બસ સંજોગોને આધીન કે નિમિત્ત બની કોઈ ચોર કે ખૂની કે સંત બની જતો હોય છે. પ્રકૃતિની મૂડી તો લખલૂટ છે પણ આપણે તેની સાથે પોતાપણું અનુભવી શકીએ છીએ ? બસ જરૂર છે એક ક્ષણની ….. એક નજરની…..આપણી જાત સાથેની – પ્રકૃતિ સાથેની !! કદાચ તો જ આપણું માણસપણું જળવાશે અને કુદરતપણું પણ….. !! પર્યાવરણદિન સિવાય પણ પ્રકૃતિની સંપત્તિ જાળવવા મન થઈ જશે કદાચ આપણા સ્વાર્થ ખાતર….. ?!!
the attachments to this post:



હાર્દિક અભિનંદન, પંકજભાઈ… પંકજભાઈને નજીકથી મળવાનું થાય તો માણસજાત પર ગુમાવી દીધેલો વિશ્વાસ પુનર્જીવિત થઈ જાય…
પંકજભાઈને પુસ્તકવિમોચન પર્વે ખૂબ ખૂબ અભિનંદન અને
તેમની ચાહનું ટીપું
પહેલી ઘૂંટે થાક બધોયે છૂ, બીજી ઘૂંટે હળવાશ અને હું
ચાની અંદર ચાહ ઉમેરી જો, ટહુકી ઊઠશે છાપું સવારનું.
કપટી નર કૉફી પીવે, ચતુર પીવે ચા,
દોઢડાહ્યા દૂધ પીવે, મૂરખ પાડે ના !
ચા એ ટાળ્યું શિરામણ, બીડીએ ટાળ્યો હોકો,
ટોપીએ ટાળી પાઘડી, એમાં કોનો કરવો ધોખો ?
લે મજાનો લ્હાવ, ચા પીએ જરા,
સાથ બેસી આવ, ચા પીએ જરા.
શું ખબર ક્યારે મળીશું આપણે ?
બે ઘડી રોકાવ, ચા પીએ જારા.
શેષ તો સબકુછ હૈ, અમન હૈ; સિર્ફ કર્ફ્યુ કી થોડી ઘૂટન હૈ
આપ ભી કુછ પરેશાન સે હૈ; ચાય પીને કા મેરા ભી મન હૈ.
ચાહ-પ્રેમ
[...] પંકજ ત્રિવેદીનાં પુસ્તક ‘મર્મવેધ’નું [...]