શું ફેર પડે છે ? : કૃષ્ણ દવે

 

શું ફેર પડે છે ?

પાંચ-પચીસ-પચાસ કે પાંચસો ?!!

આપણે તો એમનાં પેટનું પાણીયે નથી હલાવી શકતાં….

જુઓને કેવાં સહનશીલ અને સહિષ્ણુ ?!!

એમ કાંઈ અકળાઈ ના ઊઠે – નાની નાની વાતોમાં,

પેલાઓની જેમ,

એય ઢાળી દે બે ટાવરોનાં બદલામાં -

બે-ચાર દેશ……

- કૃષ્ણ દવે

 

એ શહીદોને આજે એક સલામ અને વંદન સહ…. કે જેણે પોતાનાં પેટની કે પેટનાં જણ્યાની ચિંતા કર્યા વિના સામી છાતીએ ગોળીઓ ઝીલી. જંગ તો આપણે તેમને ગુમાવીને હારી જ ચૂક્યા છીએ. આશા રાખીએ કે રાજકારણીઓનાં પેટનું પાણી હલે તો ફરી આવાં બાહોશ વીરોને ગુમાવવા ના પડે.

 

 


2 Comments to “શું ફેર પડે છે ? : કૃષ્ણ દવે”

  1. nilam doshi says:

    કોઇ ફરક નથી પડતો એનું જ દુ:ખ છે ને ?

    ખૂબ સચોટ..હમેશની માફક જ…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME