લખી તો જો : સંધ્યા ભટ્ટ

 

તરસ વિશે લખી તો જો,
અગન વિશે લખી તો જો.

મટી ઝરણું ખડક બનતાં,
બરફ વિશે લખી તો જો.

ઉકેલાશે ઘણી ગાંઠો,
વતન વિશે લખી તો જો.

સતત વહેતા સમંદર સમ,
નયન વિશે લખી તો જો.

અલખની સાધના કરવા,
શબદ વિશે લખી તો જો.

પ્રગટ થાવા મથે છે તે,
ગઝલ વિશે લખી તો જો.

- સંધ્યા ભટ્ટ

 

લખી તો જો- એવાં એક અલગ જ રદ્દીફ સાથે સુશ્રી સંધ્યા પોતાની આગવી વાત ગઝલમાં રજૂ કરે છે. સરળ અને સ્પષ્ટ બાનીમાં  લાગણીઓને કે અનુભૂતિઓને વ્યકત કરવા મથતી કલમ તેમ કરવા સમર્થ નથી હોતી કારણ એ તો હોય છે માત્ર અહેસાસની બાની.  તરસ, અગન , ઝરણું બરફનો ખડક બને, વતનનો પ્રેમ, આંસુભીની આંખ કે ખુદ શબ્દબ્રહ્મ શબ્દોમાં વર્ણવવાં શક્ય જ નથી.
અને આમ પણ જ્યારે કોઈ તરસ્યું હોય કે રડતું હોય ત્યારે … તે પ્રક્રિયા બૂઝે અને વાસ્તવિક જગતમાં આવે તે વચ્ચેની ક્ષણોને સાહિત્યકારો સ્ટીલ કેમેરાની જેમ શટલ સ્પીડ ઓછી વધતીમાં કૅચ કરી એ અનુભૂતિને વ્યકત કરવા પ્રયત્ન કરે છે. રણમાં તરસ્યાને પ્યાસ બૂઝવવાનું ઑપ્શન મળે પછી જ એ વિચારી પણ શકે કે બહુ જ તરસ લાગી છે બાકી તો પૂર્ણ પણે તરસમય બની તરસ્યો જ હોય !! અને ગઝલ ખુદ પણ શબ્દોમાં પ્રગટ થવા મથતી હોવાં છતાં પ્રસવકાળ કેવો દીર્ઘ થતો જતો હોય છે ?!!

 


5 Comments to “લખી તો જો : સંધ્યા ભટ્ટ”

  1. પ્રગટ થાવા મથે છે તે,
    ગઝલ વિશે લખી તો જો.

    સરસ ગઝલ

  2. pragnaju says:

    અમારા બારડોલીનાં સંધ્યા ભટ્ટની મઝાની ગઝલ
    પ્રગટ થાવા મથે છે તે,
    ગઝલ વિશે લખી તો જો.
    વાહ્…
    યાદ આવી
    તું મથામણો કરી ગઝલ લખી તો જો !
    હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…
    અને
    ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
    જીવનદાતા જીવનકેરો અનુભવ તું કરી તો જો.

    સદા એ શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવન,
    ફકત એકવાર આ ફાની પથારી પાથરી તો જો.

    જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું,
    અમારી જેમ અમને એકપળ તું કરગરી તો જો.

    નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે “નાઝીર”
    સદા ફાના શ્વાસ ભરનારા મરણ પહેલાં મરી તો જો.

  3. Sandhya Bhatt says:

    Thanks a lot.I need your best wishes

  4. સુંદર ગઝલ… મજા આવી..

  5. vivek tank says:

    kaash koi tamari jem lakhipan shake….pachhi kahie LAKHI TO JO……..nice creation

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME