ગઝલ : ‘તખ્ત’ સોલંકી
નાનકડો તું કાગળ લખને,
બાકી છે તે આગળ લખને.
વરસાદી મોસમના સમ છે,
ઝરમર ઝરમર વાદળ લખને.
શબ્દોના સાગર ક્યાં મળશે ?
ઝરણાં જેવી ખળખળ લખને.
પતંગિયા રૂપે મળશું જા,
ફૂલો જેવું તું સ્થળ લખને.
વર્ષો મૂંગા રહેવા દે તું,
‘તખ્ત’ મિલનની બે પળ લખને.
- ‘તખ્ત’ સોલંકી
પ્રેમમાં ભીંજાઈને પૂર્ણપણે તરબતર થવાનો રોમાંચ હજુયે કઈક માંગે છે - દિલને કઈક ખૂટતું લાગે છે અને બોલી ઊઠે છે – યે દિલ માંગે મૉર ……. બાકી કાગળ આગળ લખને !!

વર્ષો મૂંગા રહેવા દે તું,
‘તખ્ત’ મિલનની બે પળ લખને.
સ ર સ અ ભિ વ્ય ક્તી
ભરેલી દુનિયામાં પણ દિલ નથી લાગતું- ભીડમાં પણ કયારેક એકલા પડી જવાય છે. બધાં જ ભૌતિક સુખ હોવા છતાંય કંઇક ખૂટતું હોય તેવું લાગ્યા કરે છે. બીજાઓની નજરે જૉઇએ તો કોઇ કમી નથી જણાતી તેમ છતાંય દિલને કંઇક અભાવ સતાવ્યા કરે છે. આવી વ્યકિત પોતાનું દુ:ખ વ્યકત કરે તો પણ કોઇ માનવા તૈયાર નથી હોતું.