ઉલ્લાસમાં : બિસ્મિલ મન્સૂરી

 

કોઈ વિસ્તરતું રહ્યું ચોપાસમાં,
ને નજર ફરતી રહી અજવાસમાં.

ઊંડે ઊંડે ખુશ્બુ પથરાઈ રહી,
કોણ મહેકે શ્વાસમાં, ઉચ્છવાસમાં.

કાલની ચિંતાને કોરાણે મૂકી,
આજને માણી રહો ઉલ્લાસમાં.

ધરતી પર હોવાની માણી લો મજા,
કાલ હોશું નીચેના આવાસમાં.

દરિયો તરવાનો છે બિસ્મિલ એકલા,
માત્ર ખુદની છાયાના સહવાસમાં.

- બિસ્મિલ મન્સૂરી

અસ્તિત્વનો ઉત્સવ ….!! કાલની ચિંતા ભૂલી આજને માણો કોને ખબર ક્યારે નીચેનાં આવાસ(કબર)માં જવું પડે ?!!

 

 


One Comment to “ઉલ્લાસમાં : બિસ્મિલ મન્સૂરી”

  1. pragnaju says:

    ધરતી પર હોવાની માણી લો મજા,
    કાલ હોશું નીચેના આવાસમાં.
    દરિયો તરવાનો છે બિસ્મિલ એકલા,
    માત્ર ખુદની છાયાના સહવાસમાં.
    વર્તમાનમા જીવવાની કેવી સહજ સરળ અભિવ્યક્તી!
    મને યાદ આવી મારી જ કવિતા…
    बिस्मिलने बिस्मिलको थाम लिया.September 13, 2008…
    niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક
    નેહા ભક્ત અને ભક્ત ઘાયલ થાય તો ભગવાન પણ ઘાયલ થાય જ તે ભાવની છેલ્લી પંક્તી બીસ્મીલને બીસ્મીલકો થામ લીયા કહી -

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME