કોણ માંગે છે : મેઘબિંદુ

 

કોણ માંગે છે અહીં વળતર હવે
લાગણીનું થઈ રહ્યું ગળતર હવે

જિંદગીને સાથ તારો જોઈએ
ઓ સમજ જલદીથી તું અવતર હવે

તું ભરોસે ક્યાં સુધી તો ચાલશે
જીવવા માટે થજે પગભર હવે

ઝાંઝવાં દેખાય છે સંબંધમાં
ઊજવાશે કઈ રીતે અવસર હવે

કોઈ રમવા આવશે ના સાથમાં
ચાલ રમીએ આપણે ઘરઘર હવે

- મેઘબિંદુ

 

હમણાં લગ્નઋતુ બરાબર જામેલી છે અને કેટલાંય દિવસથી નૅટ અને વાંચનથી દૂર જ થઈ જવાયું છે. પણ આ બધાં બીઝી શિડ્યુલ્સ ને રુટિન્સમાં અચાનક જ કવિશ્રી મેઘબિંદુને મળવાનું થયું એક લગ્નપ્રસંગે ……અને જ્યારે નેટ પર ચાલતા આપણા સાહિત્ય યજ્ઞની વાત થઈ તો તેઓ પણ ઘણાં જ પ્રસન્ન થયાં. આજે તેમના જન્મદિને તેમની એક રચના …. જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ….

 

 


3 Comments to “કોણ માંગે છે : મેઘબિંદુ”

  1. સારી પસંદગી છે. આ કાગળ ગુજરાતનાં ગામડે ગામડે પહોંચ્યો હતો. ધન્યવાદ.

  2. આગળની કોમેંટ આંધળી મા ના કાગળ બાબત હતી. સરનામા ફેર થઈ ગયું. “કોણ માંગે છે ” ગઝલ પણ ગમી. મારા તરફથી…..

    એક સરખા હોય ના અવસર કદી
    આંખને જોવું પડે નવતર કદી.

    ચોપડા લઈને નિરાંતે બેસશુ
    આપણાં ખાતાં થશે સરભર કદી

  3. sudhir Patel says:

    સુંદર ગઝલ . મેઘબિંદુને જન્મ-દિવસના અભિનંદન!
    સુધીર પટેલ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME