ઘાસમાં : પન્ના નાયક

 

ઘાસમાં

ઢળેલી

શાંત, અણજાણ સંધ્યાના

ખોળામાંથી

એક આગિયો

પ્રકાશ પ્રસારવા

દોડ્યો

મેં

હાલ્યા વિના

એને જોયો

ત્યારે જ

મારી

વૃદ્ધાવસ્થાનું

મને ભાન થયું.

- પન્ના નાયક

From the lap

of a quiet, innocent evening

reclining in grass

a glow-worm ran

to spread light.

I saw it

without moving,

Had I grown so old ?

-  Panna Nayak

Translator : Pradip Khandwala

 

આગિયો ‘કયો’ પ્રકાશ ફેલાવવા દોડ્યો અને તે વૃદ્ધાવસ્થામાં જ સમજાય છે એવું ઈંગિત થાય છે  પણ ગઈકાલે ૨૮મી ડિસેમ્બર પન્ના આંટીનાં જન્મદિને શબ્દોનો પ્રકાશ તેમણે જે ફેલાવ્યો છે જે ક્યારેય વૃદ્ધ નથી થઈ શકવાનો તે આમ જ પ્રકાશતો રહે તેવી શુભેચ્છાઓ…….

 

.


2 Comments to “ઘાસમાં : પન્ના નાયક”

  1. નાનું છતાં અંદર કશાકને હચમચાવી નાંખે એવું કાવ્ય… વાહ! વાહ!

  2. harnish Jani says:

    મારાથી પણ આગિયા કે પતંકગિયા પાછળ દોડાતું નથી હવે ગોકળ્ગાય ગમે છે.વાહ પન્નાજી વાહ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME