ઝાંઝવાની જાત હું : બી.કે.રાઠોડ ‘બાબુ’
ઝાંઝવાની જાત હું…
ક્યાં ગુજારું રાત હું ?
ભરબપોરે નીકળું,
સૂર્યને લૈ સાથ હું..
સૌ કહે છે છળ મને,
છું ભલે સાક્ષાત હું..
પી જવાની જિદ ન કર,
પ્યાસની છું ઘાત હું..
કોઈ કાઢે તાગ શું ?
છું સમંદર સાત હું..
સાંજ થૈ, લ્યો જાઉં છું,
લૈ અધૂરી વાત હું..
- બી.કે.રાઠોડ ‘બાબુ’
બી.કે.રાઠોડ ‘બાબુ’ભાઈને ૧૩ ડિસેમ્બરના રોજ ડૉ.આંબેડકર નેશનલ ફેલોશીપ એવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો. બાબુભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીશું તેમની એક સુંદર ગઝલ….
ઝાંઝવા ને મૃગજળની વાત એ ગઝલકારોને ખૂબ પ્રિય……જ્યારે પણ છળ ની કે ભ્રમની વાત હોય ત્યાં તેની વાત હોય જ, પણ બાબુભાઈ તો ઝાંઝવાની જ વાત લઈને આખી ગઝલ લાવ્યા છે.
ઝાંઝવાની જાત ક્યાં ગુજારશે રાત…થી શરૂ કરેલી વાત લ્યો થૈ ગઈ સાંજ ને સૂરજ આથમતા જ ઝાંઝવાની વાત અધૂરી રહી જતી લાગે જાણે ઝાંઝવા જાતે જ આપવીતી સુણાવતાં હોય તેટલી જીવંત રચના….. અને એમાં પણ ઝાંઝવાનો તાગ નથી નીકળી શકવાનો તે સાથે જ તેને ઘોળી પીવાય એમ પણ નથી કારણ એ તો પ્યાસની પણ ઘાત છે ?!! માત્ર વાહ્.. …વાહ્.. અને વાહ્.. !!

sundar gazal mate kavi ne abhinandan….
Congratulations to Shri B.K.Rathod ‘Babu’!
Very nice Gazal.
Sudhir Patel.
ટૂંકી બહેરની સુંદર અર્થસભર રચના…
વાહ બાબુલાલ વાહ…મઝા આવી…
બાબુભાઈને અભિનંદન. ભવિષ્ય માટે શુભેચ્છાઓ. ગઝલ માણી. ગમી.
khub saras !!!!! khub saras … vaah…
Zaanzwa to Zurta no pariyaay che
temaay jo koi ghayal premi hoy to puchvuj su ?
potika vicharo ni vaacha lage
khub saras
thanks
DEV
pyaas ane buzavi hati a hade k
zanzwa joi mujne
talvale!!!!!!!
dsrathod.ril@gmail.com