મીણબત્તી : પ્રીતમ લખલાણી
દેવળનાં
એક ખૂણે
મીણબત્તીને બળતી જોઈ
ઈસુએ પૂછ્યું,
“શું તને આમ
એકલું બળવું-પીગળવું ગમે છે ?”
મીણબત્તી બોલી,
“બળવા-પીગળવાનો આનંદ
ભલા તમે દેવતાઓ શું જાણો ?”
- પ્રીતમ લખલાણી
વર્ષનો અંતિમ દિવસ……. દેવળમાં બળતી કૅન્ડલ ઈસુના સાંનિધ્યમાં રહેલી તેથી તે આ જવાબ આપી શકી હશે તેવું માનીએ તો જરા પણ અતિશયોક્તિ નહીં લાગે, ખરુંને ? બાકી રોશનીની ઝાકમઝોળ વચ્ચે ‘કૅન્ડલ’ લાઈટ ડિનર લઈ ડાન્સ પાર્ટી યોજી નવા વર્ષને આવકારતી નવી પેઢીને એ પણ ખબર નથી કે દિવાળી કેમ ઉજવીએ છીએ અને તેના બીજા દિવસે હિન્દુ પંચાંગ મુજબ નવું વર્ષ આવે અને તે વર્ષ ૨૦૬૫નું ચાલે છે તે તો ખબર જ કયાંથી હોય ?
ખ્રિસ્તી ધર્મ મુજબ નવા વર્ષને આવકારવા વર્ષનાં અંતિમ દિવસે પણ નાઈટ વૉચ સર્વિસ હોય જેમાં વર્ષ દરમિયાન કરેલી ભૂલોનું કન્ફેઝન કરવામાં આવે અને સારા કાર્યોની સફળતા માટે ઈશ્વરનો આભાર માનવામાં આવે છે. બાર વાગે નવા વર્ષની ઉજવણી શરૂ થતાં ન્યુ યર રેસોલ્યુશન કરવામાં આવે જેથી કરેલી ભૂલો ફરી ના થાય …!!
.

સુંદર રચના…
Very nice short and thought provoking poem from Pritambhai.
Sudhir Patel.
dear Pinki, Thank you very much for publishing my poem.
I do appreciate…..Thanks again