નવું વર્ષ : અંકિત ત્રિવેદી

મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય
હું કંઈ પણ ના બોલું પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય….
ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું ,
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ , શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય….
જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ ,
વહાલ નીતરતાં શ્વાસમાં ઘૂંટશું ઇશ્વરનો અહેસાસ
ટૂંકમાં તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય….
- અંકિત ત્રિવેદી
રજવાડુંમાં દિપાવલી નિમિત્તે આશિત દેસાઈનો કાર્યક્રમ યોજાયેલો અને ત્યારે ‘ચટ મંગની પટ શાદી’ની જેમ આ ગીત અંકિતે લખેલું અને આશિતભાઈને લંડન ફોનમાં શબ્દો સંભળાવ્યા ને થોડાજ દિનમાં આ ગીતને સ્વર સાથે સાંભળ્યું. માણસનો વ્યવહાર ‘માણસ’ પ્રત્યે ગીતનાં શબ્દો મુજબ રહે અને એક શાંતિમય, સુખમય, સલામતીભર્યું નવવર્ષ આપણને સૌને મળે તેવી ઈશ્વરને પ્રાર્થના સહ…….
.
the attachments to this post:


ચિત્રલેખામાં વાંચ્યું અને પછી અંકિતના મોઢે જ સાંભળ્યું… સુંદર ગીત…
મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય
હું કંઈ પણ ના બોલું પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય….
-કેવી સુંદર અભિવ્યક્તિ!
ગીતપૂર્વક ગીત…મઝાનુ ગીત કવિ….
શુભ પ્રભાત!
સુંદર ગીત. સુંદર સંદર્ભ. સુંદર રજૂઆત.
ધન્યવાદ.
SUNDAR…………
ચિત્રલેખામાં વાંચેલું એક અછડતી નજરે…અને સીધું જ દિલમાં ઉતરી ગયું હતું.ખૂબ જ સરસ છે આ ગીત.
નવા વરસની આવી સરસ વિભાવના કવિ જ કરી શકે, શ્રી અંકિત ત્રિવેદીને અભિનદન અને આપનો આભાર……