મીરાં : શૈલેષ પંડ્યા ‘ભીનાશ’
વાત એ પણ સાચી તારી યાદ પર ક્ષણક્ષણ બની છે મ્હેંક મીરાં.
શ્યામ તારા નામ વચ્ચે જિંદગી જીવી ગઈ છે એક મીરાં.
તું નયનમાં, તું હૃદયમાં, તું મનનમાં, તું સતતમાં, તું રટણમાં,
દૃશ્ય જેવી, શ્વાસ જેવી, પ્યાસ જેવી અનોખી ટેક મીરાં.
કોણ આવીને શું તારા કાનમાં બોલી ગયું છે વાત તો કર,
કેમ આજે ભાન ભૂલીને ભજન ચાલે છે એકાએક મીરાં.
નાદગુંજનમાં જ એ તો લીન એવી થાય છે કે મૌન પ્હેરી,
બોલવાની રીત છોડીને સતત ખોવાય છે ક્યારેક મીરાં.
સ્વપ્ન બે-ત્રણ લાગણીના પણ અચાનક મ્હેલમાં ટોળે વળ્યા છે,
આંખ રાણાની મૂકીને સાવ ખાલી-ખાલી, પ્હોંચી છેક મીરાં.
- શૈલેષ પંડ્યા ‘ભીનાશ’
મીરાં એટલે પ્રેમનો, ભક્તિનો સાક્ષાત્કાર…….. !! કૃષ્ણપ્રેમનો જે સાગર તેના હૃદયમાં છલકાતો હતો તેને ઉલેચવાનો યત્ન શૈલેષભાઈએ આ ગઝલમાં કર્યો છે. કોણ આવીને શું કહી ગયું તને કે આમ મીરાં જ બની ગઈ ?!! અને એમાં પણ બીજો શેર તો ખૂબ સરસ છે.
.

સુંદર મજાની ગઝલ… મીરાં દ્વારા કૃષ્ણનો સાક્ષાત્કાર કરવાની કોશિશ ગુજરાતી કવિતામાં સતત દેખાતો રહે છે.
Nice Gazal with fine expression.
Sudhir Patel
મીરાંનો એક વધુ પરિચય માણ્યો. સરસ.
very nice……
hello my dear friends.
it’s not krushna krushna…it’s a kshan kshan like (moment).because i hear this gazal by shailesh pandya..
After reading all these kavitas..I am wondering why did not I keep in touch with Gujarati…but anyways…its never too late for getting back to the basics…isn’t it?:)