નીકળે : સુધીર પટેલ

sudhir-patel

અલકમાં નીકળે, મલકમાં નીકળે;
અલપ જોઈ શકો, ઝલકમાં નીકળે !

ધરા પર હો કદી, ફલકમાં નીકળે;
સ્વયંમાં ઓગળી, ખલકમાં નીકળે !

કદી તો રાહમાં યુગો વીતી જતાં,
કદી સંયોગવશ પલકમાં નીકળે !

કદી આવી ચડે રુદનનું રૂપ લઈ,
કદી ખુશી ખુશી મરકમાં નીકળે !

તપાસી જુઓ તમને ફાવે તે રીતે,
કશું પણ ક્યાંય ના ફરકમાં નીકળે !

મળે ક્યારેક મૌન-શિખર પર ‘સુધીર’
પ્રભાતે કો’ મીઠી હલકમાં નીકળે !

- સુધીર પટેલ

તપાસી જુઓ તમને ફાવે તે રીતે, કશું પણ ક્યાંય ના ફરકમાં નીકળે ! બસ એવી જ રીતે  તગઝ્ઝુલ અને તસવ્વુફનો મિજાજ આખીય ગઝલમાં રહેલો છે.  સુધીરભાઈના જ હસ્તાક્ષરમાં પ્રભાતની કોઈ મીઠી હલકમાં તરોતાજા ગઝલ મળી ગઈ, ખરું ને ?!!

 

.


the attachments to this post:

sudhir-patel
sudhir-patel

sudhir patel
sudhir patel


3 Comments to “નીકળે : સુધીર પટેલ”

  1. Dhaval says:

    મળે ક્યારેક મૌન-શિખર પર ‘સુધીર’
    પ્રભાતે કો’ મીઠી હલકમાં નીકળે !

    - Nice !

  2. pragnaju says:

    કદી આવી ચડે રુદનનું રૂપ લઈ,
    કદી ખુશી ખુશી મરકમાં નીકળે !

    તપાસી જુઓ તમને ફાવે તે રીતે,
    કશું પણ ક્યાંય ના ફરકમાં નીકળે !
    સુંદર
    જે વી ભા વ ના..
    સદ્ ભાગ્યનો વિચાર કરવાથી તેનો બડબડાટ દૂર થશે ને તેને અનેરો આનંદ મળશે. કામ એક શુષ્ક ક્રિયા કે વેઠ બનવાને બદલે તેને માટે જીવનના વિકાસની સાધના બની જશે, યોગમય બની જશે.!
    આટલી મઝાની મહેફીલ હજુ હેકની અસર નીચે છે??

  3. કદી તો રાહમાં યુગો વીતી જતાં,
    કદી સંયોગવશ પલકમાં નીકળે !

    તપાસી જુઓ તમને ફાવે તે રીતે,
    કશું પણ ક્યાંય ના ફરકમાં નીકળે !

    -સુંદર શેર…

    હસ્તપ્રતનું કદ હજી થોડું મોટું હોત તો? મોતિયો આવવાની હજી ઉંમર થઈ નથી છતાં સીધું સાઈટ ઉપર વાંચી શકાતું નથી…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME