મત્સ્ય કાવ્ય : પંકજ ત્રિવેદી
સત્ય
અ-સલામતી
અનુભવતી એક માછલીએ
ઍકવેરિયમમાં
તરતી
બીજી માછલીને કહ્યું -
કાચ ફૂટે
બોમ્બ ફૂટે
અને
હવે તો…..
માણસ પણ….. !
ઉમરકેદ
સોળ વરસની મુગ્ધા
જેવી
સુંદરતા,
ચંચળતા અને
નિર્દોષતાના ગુનાહ બદલ
એક માછલીને
મળી છે ઉમરકેદ
ઍકવેરિયમમાં
આત્મસન્માન
માણસને
તરતો જોઈ
એક માછલીએ
કરી
આત્મહત્યા…!
- પંકજ ત્રિવેદી
મત્સ્ય કાવ્યો એ પંકજભાઈની આગવી ઓળખ છે. જીંદગીની દરેક વસ્તુ અને તે તરફનાં દૃષ્ટિકોણને તેઓએ ખૂબ સુંદર રીતે મત્સ્યના પ્રતિકરૂપે રજૂ કરી છે. તે પછી મુગ્ધા હોય નવોઢા કે આસપાસ પ્રવર્તતો ભ્રષ્ટાચાર …..માત્ર એક જ પ્રતિકમાં લાઘવની કળા કેટલી વિસ્તરી છે ?
.

સાચી વાત છે, પિંકીબેન… પોતાની જાતને મૂળભૂતરીતે ગદ્યના માણસ તરીકે ઓળખાવતા પંકજભાઈ માછલીના પ્રતીક વડે ઘણી સુંદર કવિતાઓ લઈને આવે છે…
Pinkiben, mara kavyo pragat karava badal aabhar.
Dr. Vivekbhai no pratibhav vanchyo. thanks.
Pankaj Trivedi
M. 98795 23331